એમસી મેરીકોમે વિશ્વ મહિલા બોકસિંગ ચેમ્પિયનશિપમાં છઠ્ઠી વખત ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ બનાવી દીધો છે. તેને 48 કિલોગ્રામ વજનના ફાઈનલમાં યુક્રેનની હન્ના ઓખોતાને 5-0થી હરાવી. તે વિશ્વ ચેમ્પિયશિપમાં છ ગોલ્ડ જીતનારી વિશ્વની પહેલી મહિલા બોક્સર બની. આ પહેલાં મેરીકોમ અન આયરલેન્ડની કેટી ટેલરના નામે પાંચ-પાંચ ગોલ્ડ હતા. કેટી હવે પ્રોફેશનલ બોકસર બની ગઈ છે. આ કારણે તે આ વખતે ટૂર્નામેન્ટમાં ઉતરી ન હતી.
જીત મળ્યાં બાદ મેરીકોમે કહ્યું કે, “આ મારે માટે ઘણું મુશ્કેલ હતું. તમારા પ્રેમથી આ સંભવ થઈ શક્યું. વેટ કેટગરીથી હું સંતુષ્ટ ન હતી. 51 કેટેગરી ઓલોમ્પિકમાં મારા માટે મુશ્કેલ થશે, પરંતુ હું ખુશ છું.” હન્ના સાથેના મુકાબલા અંગે તેને કહ્યું કે યુક્રેનની ખેલાડી વિરૂદ્ધ મેચ સહેલો ન હતો, કેમકે તે મારાથી લાંબી હતી.