શાસ્ત્રોમાં શિવજી ને દેવોના દેવ કહેવામાં આવ્યા છે. જો તમે તમારી મનોકામના મુજબ તે શિવજીનો અભિષેક પૂજા કરશો તો તમારી દરેક મનોકામના જલ્દી જ પૂર્ણ થઇ શકે છે.
જાણો કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ:
- તાવ આવવા પર ભગવાન શિવને જળધારા અર્પણ કરવાથી ઝડપથી લાભ પ્રાપ્ત થાય છે.
- સુખ અને સંતાનની વૃદ્ધિ માટે પણ જળધારા દ્વારા શિવની પૂજા ઉત્તમ જણાવવામાં આવી છે.
- નપુંસક વ્યક્તિ જો ઘીથી ભગવાન શિવનો અભિષેક કરે, બ્રાહ્મણોને ભોજન કરાવે તથા સોમવારે વ્રત કરે તો તેની સમસ્યાનું નિદાન તરત જ આવી જાય છે.
- તેજ મગજ પ્રાપ્ત કરવા માટે ખાંડ મિક્સ કરેલ દૂધ ભગવાન શિવને અર્પણ કરવું.
- સુગંધિત તેલથી ભગવાન શિવનો અભિષેક કરવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
- શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરવામાં આવે તો દરેક પ્રકારના આનંદની પ્રાપ્તિ થાય છે.
- શિવને ગંગાજળ અર્પણ કરવાથી ભોગ અને મોક્ષ બંન્નેની પ્રાપ્તિ થાય છે.
- મધથી ભગવાન શિવનો અભિષેક કરવાથી ટીબીના રોગમાં આરામ મળે છે.