દેશમાં ધૂણી રહેલો ત્રિપલ તલાકનો મુદો હવે સુરતમાં પણ ગાજ્યો છે.. સુરતના મહિધરપુરા વિસ્તારમાં રેહતી એક મુસ્લિમ પરિણીતાને તેના જ પતિએ ફોન પર ત્રણ વાર તલાક તલાક તલાક કહી છુટાછેડા આપી દીધા છે.. બે વર્ષના માસુમ બાળકને મૂકી પોતાની સાળી સાથે લગ્ન કરી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.. જો કે પતિએ બદ ઈરાદાથી તલાક આપ્યો હોવાનું પીડિતાએ અને તેના પરિવારે આક્ષેપ કર્યો હતો
સુરતના મહિધરપુરા વિસ્તારમાં રેહતા અબ્દુલ વલી મોહમદ આમલેટની લારી ચલાવી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે અબ્દુલભાઈને સંતાનમાં પાંચ દીકરીઓ છે જે પૈકીની જેનબ નામની દીકરીના વર્ષ ૨૦૧૪માં ખાંડાકુવા ખાતે રેહતા કાસીમ યુસુફ ઉસ્તાદ નામના ઇસમ સાથે લગ્ન થયા હતા… લગ્ન બાદ જેનબે એક બાળકને જન્મ આપ્યો હતો.. લગ્નના બે મહિના બાદ કાસીમે પ્રોત પ્રાકાશ્યું હતું અને પરિણીતાને વારંવાર ઝગડા કરી ત્રાસ આપવાનું શરુ કર્યું હતું.. મંતવ્ય ન્યુઝ સાથે પીડિતા અને તેના પિતાએ કરેલી વાતચીત દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૬ના ઓગસ્ટ મહિનાની ૨૧ મી તારીખે કાસીમ કામ અર્થે મુંબઈ જાવ છું કહી નીકળ્યો હતો.. તે પહેલા કાસીમે પોતાની પત્ની જેનબને પોતાના માતા-પિતાને ત્યાં મૂકી મુંબઈ જવા રવાના થયો હતો.. તે જ સમયે જેનબની નાની બહેન મંજુ નસીમ શેખ પણ ઘરેથી ગુમ હતી.. ગુમ થયેલી પુત્રીની પરિવાર દ્વારા શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી.. પરંતુ તેણીની કોઈ ભાળ મળી ન હતી… આખરે બીજા દિવસે કાસીમનો તેની પત્ની પર ફોન આવ્યો હતો.. અને હાલ ચાલ પૂછ્યા હતા.. જો કે પરિવારજનોને પણ કાસીમ પર શકા ગયી હતી.. દરમ્યાન મંજુ નસીમનો પણ પરિવારજનો પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે મેં લગ્ન કરી લીધા છે મારી શોધખોળ કરશો નહિ… મેં મારી મરજીથી લગ્ન કર્યા છે.. પુત્રીના મુખેથી આ શબ્દો સાંભળી પરિવારજનોના પગ તળેથી જમીન સરકી પડી હતી.. જો કે બાદમાં કાસીમે પોત પ્રકાશતા ફોન પર જેનબને ત્રણવાર તલાક તલાક કહી છુટાછેડા આપી દીધા હતા..
ન્યાયની માગ સાથે પીડિતા અને તેનો પરિવારે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા.. સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ તો નોંધવવામાં આવી પરંતુ પોલીસ દ્વારા પણ કોઈ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ મામલે પીડિતાએ સુરત પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ આપી છે.. પીડિતાના વકીલના જણાવ્યા અનુસાર આ ત્રિપલ તલાક બદ ઈરાદાથી અને પ્રીપ્લાન કરવામાં આવ્યું છે શહેરીયતના પ્રમાણે ત્રિપલ તલાક યોગ્ય છે પરંતુ બદ ઈરાદાથી ત્રિપલ તલાક આપવો તે અ યોગ્ય છે…
પોતાના બે વર્ષના બાળક અને પત્નીને તરછોડી શાળી સાથે લગ્ન કરનાર પતિ વિરુધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ પરિવાર દ્વારા કરવામાં આવી છે… તદુપરાંત હાલ જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક સંબોધનમાં ત્રિપલ તલાકના મુદે આપવામાં આવેલી પ્રતિક્રિયા સામે પણ પીડિતાએ સહમતી દર્શાવી છે અને તેઓના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે… ત્યારે આ પરિવારને ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું….