રાજકોટ સહિત રાજ્યના 8 મહાનગરોમાં ગઈકાલથી રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગઈકાલે 11 વાગ્યાથી કર્ફ્યુનીઅમલ કરવા માટે માટે રાજકોટ પોલીસ દ્વારા મુખ્ય ચાર રસ્તાઓ પેટ્રોલિંગ કરવામ આવ્યું હતું. જોકે રાત્રિ કર્ફ્યૂનું કડક અમલ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે કે નહીં તે જાણવા માટે 11 વાગ્યે દુકાનો બંધ કરવાને બદલે કેટલીક પાનની દુકાનો અને ગાંઠિયાની દુકાનો ખુલ્લેઆમ જોવા મળી હતી. જોકે 12.30 વાગ્યાની આસપાસ પેટ્રોલિંગ કરવા નીકળેલી પોલીસ ન ત્યાંથી પસાર થવા છતાં તેની સામે કાર્યવાહીહાથ ધરવાના બદલે મૂક પ્રેક્ષક બની ખુલ્લી દુકાનને જોઈ ધ્યાન દોરીયા વગર જ ચાલી ગઈ હતીકોરોનાના સંખ્યામાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા ગઈકાલથી રાત્રિથી કર્ફ્યૂનો સમય 1 વાગ્યાથી ઘટાડી 11 વાગ્યાનો કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં પણ કર્ફ્યૂનો સમય 11 વાગ્યે લાગુ કરવામાં આવ્યો છે અને પોલીસ કમિશનર દ્વારા તેની કડક અમલવારી કરાવવા તમામ પોલીસ સ્ટેશનના વડાને વિસ્તારમાં કડક અમલ કરાવવા સૂચના આપવામાં આવી હતી બીજીબાજુ શહેરના ગોંડલ રોડ પર રાત્રિ કર્ફ્યૂ જેવો કોઈ માહોલ જોવા મળ્યો નહોતો. ગોંડલ રોડ પર રાત્રિના 12.30 વાગ્યે ટ્રાયએન્ગલ બ્રિજ નજીક ચામુંડા પાન, જલારામ ગાંઠિયા તેમજ ખેતલાઆપા ચા હોટેલ ખુલ્લી જોવા મળી હતી. આ હોટેલો પર લોકો ચા અને ગાંઠિયા નો નાસ્તો કરતા જોવા મળ્યા હતા રાત્રી સમયે પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસવાન પણ 12.30 વાગ્યે નીકળી હતી પોલીસની આ વાનમાં બેઠેલા પોલીસ જવાનોએ ચામુંડા પાન કે જલારામ ગાંઠિયાની દુકાનો પૈકી કોઈની સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી અને આંખ આડા કાન કરી પોલીસવાન ત્યાંથી ચલાવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રાત્રિ કર્ફ્યૂ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છતાં ખુદ પોલીસ જવાનો દ્વારા જ લોકોને જાહેરનામા ભંગ કરવા પ્રોત્સાહન આપતું હોય તેવું દેખે રહ્યું છે આથી પોલીસ કડક બની જાહેર ભંગનુંપાલન કરાવે તેવી ચર્ચા પણ ઉઠી છે.
