પાકિસ્તાનને વર્લ્ડ બેન્ક તરફથી મોટો આંચકો લાગ્યો છે. ખરેખર વર્લ્ડ બેંકે પાકિસ્તાનને ૧૦૦ મિલિયન ડોલરના ઉધારને રદ્દ કરી દીધું છે. પાકિસ્તાને વિકાસશીલ લક્ષ્યોને પ્રાપ્ત ન કરી શકવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.સુઈ સદર્ન ગેસ કંપની કરાંચીમાં પોતાના ડિસ્ટ્રીબ્યુશન વિસ્તારોમાં આ પ્રોજેક્ટ શરૂ કરનારી હતી. તેનો હેતુ પાઈપલાઈન સિસ્ટમમાં ગેસનું નુકસાન ઓછું કરતા નેચરલ ગેસની સપલાઈ વધારવાનો છે.
વર્લ્ડ બેન્કની રિપોર્ટ અનુસાર આ પ્રોજેક્ટ નિષ્ફળ થવાને કારણે તે અટકી ગઈ અને પરિણામ સ્વરૂપે ગેસના પ્રાકૃતિક સંસાધનોની બરબાદી થઇ છે. આ અસંતોષકારક પ્રદર્શન બદલ વર્લ્ડ બેંકે લોન રદ્દ કરી છે અને કહ્યું છે કે આ પ્રોજેક્ટમાં સાવધાની રાખવાની જરૂર હતી.