ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમમાં ખુબ લાંબો સમય પસાર કર્યો અને હાલમાં પણ તેઓ પ્રશાસકની ભૂમિકામાં કોઇને કોઇ પ્રકારે પોતાનું યોગદાન આપતા રહે છે. આવનારા દિવસોમાં વિશ્વકપ 2019ની ચર્ચા અને ઝડપ પકડશે અને દિગ્ગજનોના નિવેદનો સાથે તેની શરૂઆત થઇ ચૂકી છે. સૌરવ ગાંગુલી અનુસાર હાલની ભારતીય ટીમનાં મોટા ભાગના ક્રિકેટર આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાનારા ક્રિકેટ વિશ્વકપમાં રમશે.
જ્યારે સૌરવ ગાંગુલીને મહેન્દ્ર સિંહ ધોની વિશે પૂંછવામા આવ્યું જેઓ ગત કેટલાક સમયથી સારા ફોર્મમાં નથી અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમમાં પણ તેને સ્થાન આપવામા આવ્યુ નથી તેના પર ગાંગુલીએ કહ્યું,’તે (ધોની) એક ચેમ્પિયન છે. ટી-20 વિશ્વકપ જીત્યા બાદ ગત 12-13 વર્ષ તેમના માટે શાનદાર રહ્યા છે. બસ હવે તેમને સારૂ પ્રદર્શન કરવાનું છે.’ ગાંગુલીએ વધુમાં કહ્યું,’જીવનમાં આવું થવું જોઇએ. તમે જે પણ કામ કરો છો, જ્યા પણ છો, જે પણ ઉંમરમાં છો, તમારી પાસે જેટલો પણ અનુભવ છે . તમારે ઉચ્ચ કક્ષાનું પ્રદર્શન કરવુ પડશે અન્યથા કોઇ બીજુ તમારૂ સ્થાન લેશે.’
2019 વિશ્વકપના ભારતીય ટીમ લાઇનઅપ વિશે પૂછતા સૌરવ ગાંગુલીએ કહ્યું,’હું કોઇ પસંગદીકર્તા નથી પરંતુ મને આશા છે કે, હાલમાં રમી રહેલા 85-90 ટકા ખેલાડીઓ વિશ્વકપ રમશે.’