તમે બાઇક ઇન્શ્યોરન્સ કરાવો છો, ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે કે તેની સાથે કઈ-કઇ સુવિધાઓ મળે છે? મામૂલી રકમની પોલિસી તમને કયા કવર આવે છે, તેની માહિતી પણ તમારે રાખવી જોઈએ. જો તમારા ઘરમાં સ્કૂટી, સ્કૂટર અથવા બાઇક છે અને તમે તેનો ઇન્શ્યોરન્સ કરાવ્યો જ હશે, તો તમારા માટે જાણવુ જરૂરી છે કે ઇન્શ્યોરન્સ સાથે કયા કવર ઉપલબ્ધ છે.
જ્યારે તમે બાઇકનો ઇન્શ્યોરન્સ લેશો, ત્યારે તમને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ, કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ, ઓનર ડ્રાઈવર માટે પર્સનલ એક્સિડન્ટ અને 15 લાખનો પર્સનલ એક્સિડેન્ટ કવર મળે છે. જો કે, બહુ ઓછા લોકો જાણતા હશે કે તેમની બાઇકના ઇન્શ્યોરન્સ સાથે, ઘણી સુવિધાઓ લગભગ ફ્રીમાં ઉપલબ્ધ છે. તેને ફ્રીમાં કહેવામાં આવી રહી છે કારણ કે તેઓ ખૂબ ઓછા પૈસામાં ઇન્શ્યોરન્સ લે છે અને તે મુજબ કવરેજનું સ્તર ખૂબ મોટું છે. પરંતુ તેના ફાયદા ત્યારે જ જાણવા મળશે જ્યારે આપણે તેના વિશે જાણકારી મેળવશો.
બે પ્રકારના હોય છે ઇન્શ્યોરન્સ
બાઇક ઇન્શ્યોરન્સના બે ભાગ છે – થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ અને ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ. તેનો અર્થ એ કે, જ્યારે તમારું બાઇક કોઈ અન્ય વાહનને નુકસાન પહોંચાડે છે, ત્યારે તેનો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ આવરી લે છે. જો તમારી પોતાની કારને નુકસાન થાય છે તો તેને ઓન ડેમેજ સેક્શન કહેવામાં આવે છે. તેમાં ચોરી પણ સામેલ છે જેમાં વીમા કંપની પૈસા ભરે છે. થર્ડ પાર્ટી લાયાબિલીટી ઇન્શ્યોરન્સને ટી.પી. ઇન્શ્યોરન્સ પણ કહેવામાં આવે છે, જે મોટર વાહન અધિનિયમ મુજબ લેવો જરૂરી છે. જો તમારી પાસે આ પોલીસી નથી, તો ટ્રાફિક પોલીસ ચલણ કાપે છે.
સાડા સાત લાખનો દંડ ચૂકવી શકે છે
થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હેઠળ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. જો તમારી બાઇક કોઈની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડે છે, બીજા વાહનને નુકસાન થાય છે, કોઈ બીજાની બાઇકને નુકસાન થાય છે, કોઈને ઇજા થાય છે અથવા કોઈ તમારી બાઇક સાથે અકસ્માતમાં મૃત્યુ પામે છે, તો જે પણ કાનૂની ખર્ચ થાય છે, તે તેમાં આવરી લેવામાં આવે છે. એટલે કે, જો કેસ કોર્ટમાં જાય અને કોર્ટ તમને દંડ ભરવા કહે, તો ઇન્શ્યોરન્સ કંપની તમારા પૈસા ચૂકવશે. આ વસ્તુમાં કંપની વતી વધુમાં વધુ 7,50,000 રૂપિયા આપવાનો નિયમ છે.
15 લાખનું એક્સિડેંટલ કવર
થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં ‘પર્સનલ એક્સિડેન્ટ કવર ફોર ઓનર ડ્રાઇવર’ નો એક સેક્શન છે. જો બાઇક ચાલક પાસે વેલિડ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ હોય અને બાઇક ચલાવતા અકસ્માતમાં તેનું મૃત્યુ થાય તો ઇન્શ્યોરન્સ કંપનીને 15 લાખ રૂપિયા મળે છે. આ રકમ પર્સનલ એક્સિડેંટ કવરના રૂપમાં છે. વીમા કંપની પાસેથી વળતર લેવાનો આખો નિયમ છે, જેનું પાલન કરીને વાહન માલિકનો પરિવાર આ રકમ સરળતાથી મેળવી શકે છે. જો કે, જો અકસ્માતમાં તમારી બાઇકને કંઇક થાય છે, ડેમેજ થાય તો, પછી થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હેઠળ પૈસા નથી મળતા.
ક્યારે વળતર મળે છે
આ માટે, તમારે ‘ઓન ડેમેજ કવરેજ’ લેવું પડશે જેમાં વાહનનું ટાયર ચોરાઈ ગયું હોય, વાહન ચોરાઈ ગયું હોય, તમારી બાઇક બીજા વાહનને નુકસાન પહોંચાડે, બાઇકને આગને કારણે નુકસાન થયું છે અથવા બાઇકને વીજળી પડવાથી નુકસાન થયું છે, તો કવરેજ અંતર્ગત વીમા કંપની પાસેથી વળતર પ્રાપ્ત થાય છે. જો તમારી બાઇક હડતાલ, પૂર, આતંકવાદી હુમલો, ટ્રેન અથવા પૂર જેવી કુદરતી આફતોનો ભોગ બને છે, તો તેનુ વળતર મળે છે. જો તમારી બાઇકને વાવાઝોડા અથવા ભારે વરસાદમાં નુકસાન થાય છે, તો પછી કંપની તરફથી વળતર મળશે.