રાજકોટમાં એક તરફ ઓમિક્રોનની દહેશત થઈ ગઈ છે જ્યાં શહેરના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સીટીમાં ઇથોપીયાથી અભ્યાસ અર્થે આવેલી 23 વર્ષીય યુવતી કોરોના પોઝીટીવ આવી છૅ અને તેને ઓમિક્રોન હોવાની આશંકા પણ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ મારવાડી યુનિવર્સીટીની હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે DJ પાર્ટી યોજાઈ હતી. જ્યાં DJના તાલે 1 હજાર જેટલા યુવક-યુવતીઓડીજે ના તાલે નાચ્યાં હતા
આ અંગે મનોહરસિંહ જાડેજા, ડીસીપી ઝોન 2એ જણાવે છે કે પોલીસે રાત્રે તપાસ કરતા પાર્ટી પૂર્ણ થઈ ગઈ હતી. આ વીડિયો મામલે CCTV ફૂટેજ માટે DVR મેળવી તપાસ કરાશે મંજૂરી વગર પાર્ટી કરવા બદલ મારવાડી યુનિવર્સીટીના સંચાલકો અને જવાબદારો સામે ગુનો નોધવામાં આવશે પાર્ટી ચાલતી હતી એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી હતી અને પાર્ટી બંધ કરાવી બધાને હોસ્ટેલ જવાનું કહ્યું હતું ઉલ્લેખનીય છે કે આ પાર્ટી રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં યોજાઈ હતી પરંતુ પોલીસે ગુનો દાખલ કરવાની જગ્યાએ બધાને જવા દેતા અનેક દલીલો શરુ થયા છે.
મળેલી વિગત મુજબ રાજકોટ મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સીટી ખાતે 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મારવાડી યુનિવર્સીટીમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો અને અન્ય દેશોના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરી રહયા હતા હોસ્ટેલમાં પણ લગભગ 1000થી વધુ વિદ્યાર્થી ઓ આવે છે જેમાંથી 900 જેટલા વિદેશી વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. ગઈકાલે રાત્રીના હોસ્ટેલ ખાતે કોલેજ કેમ્પસ ખાતે ખુલ્લા મેદાનમાં પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં 1000 જેટલા યુવક યુવતીઓ જોડાયા હતા અને DJના તાલે નાચ્યાં હતા વિદ્યાર્થી ઓએ કોઈનો ડર રાખ્યા વગર જ ડીજેના તાલે નાચ્યાં અને પાર્ટીમાં લોકોએ મજા માણી હતી આ પાર્ટીમાં એક પણ એવો યુવક કે યુવતીનાચહેરા પર માસ્ક જોવા મળ્યું ન હતું અને સોશિયલ સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું. મન મૂકીને લોકો મોજ કરી તેમને જાણે કોરોનાનો જતો રહ્યો હોય તેમ બધા એ મન મૂકીને ઝૂમ્યા હતા