દુબઇમા વિશ્વનો હરિયાળો સ્વીમીંગ પુલ જે પૂર્ણ થઈ ગયેલો છે. તેનુ સ્વિમિંગ પુલ નુ નામ દીપ ડાઇવ દુબઇ છે. તે નાદ અલ શેબા વિસ્તારમા બનાવેલો છે. આ પૂલની અંદર નો એરિયા 60 મીટર (આશરે 200 ફુટ) ની ઊંડાઈ છે, જે ઓલિમ્પિક કદના છ સ્વિમિંગ પુલની સમકક્ષ જેટલો છે. તેમાં 1 કરોડ 40 લાખ લિટર સુધી પાણી રહી શકે છે. આ પૂલ એક વિશાળ ડૂબી ગયેલા શહેરની જેમ જ બનાવવામાં આવ્યો છે.
દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે આ સ્વિમિંગ પૂલનો વીડિયો સોશિયલ મીડિયા એક વાર શેર કર્યો હતો. આ વીડિયોની સાથે તેમણે જણાવેલુ છે કે, ‘દીપ ડાઇવ દુબઇ ની અંદર આખી દુનિયા તમારી રાહ જોઇ રહેલી છે.
આ પૂલનો આકાર વિશાળ છીપની જેમ બનાવેલો છે. 1,500 ચોરસમીટરમાં ફેલાયેલો અને આ વિસ્તારમાં ડાઇવ શોપ, ગિફ્ટ શોપ અને 80 સીટર સાથેની એક રેસ્ટોરન્ટ પણ છે જે આ વર્ષના અંતિમ સમય સુધીમા ખુલી જશે. સુરક્ષા હેતુ માટે પૂલમાં 50 થી વધુ કેમેરાઓ પણ લગાવવામાં આવેલા છે. તેમાં 2 અંડરવોટર ડ્રાય ચેમ્બર ની સગવડ પણ છે, જેમા સ્વિમિંગ પૂલનો સુંદર નજારો આખો જોઇ શકાય છે. આ સિવાય વિવિધ ડાઇવર્સ માટે નીચે ટેબલ ફૂટબોલ અને વિવિધ પ્રકાર ની અન્ય રમતો રમવા માટેની સુવિધા પણ કરેલી છે. આમાં એક કલાક માટે તમારે 10 હજારથી 30 હજાર જેટલા રૂપિયા ચૂકવવા પડશે.
ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ મૂકવામાંl આવેલ સ્વિમિંગ પૂલનો વીડિયો છે. છીપ-આકારની રચના ધરાવતા સંયુક્ત આરબ અમીરાતની મોતી-ડાઇવિંગ પરંપરાને શ્રદ્ધાજલિ આપતું છે, જેમા દુબઇ પણ છે. પૂલમા ની અંદર ભરાયેલા 14 મિલિયન લિટર પાણીને દર 6 કલાકે નાસા દ્વારા અપનાવેલી વિકસિત ટેકનીક નો ઉપયોગ કરીને ફિલ્ટર પણ કરવામાં આવે છે.