૧૦ જુન ૨૦૨૧ ને ગુરૂવાર
સૂર્યગ્રહણને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવ્યો છે. સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત થઈ જાય છે. જ્યારે કોઈ ગ્રહ પીડિત થાય ત્યારે શુભ ફળ આપતો નથી. તેથી સૂર્ય ગ્રહણની ઘટના શુભ માનવામાં આવતી નથી.
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે ૧૦ જુન ૨૦૨૧ ને ગુરૂવાર ના દિવસે આ સુર્ય ગ્રહણ વર્ષ નું પ્રથમ સુર્ય ગ્રહણ છે.
આ સુર્ય ગ્રહણ આમ તો ભારતમાં જોવા મળશે નહિ પરંતુ ઉત્તર – પૂર્વ , અમેરીકા, યુરોપ, ઉતરી એશિયા, અને ઉતરી એટ્લાન્ટિક મહા સાગર માં આ ગ્રહણ જોવા મળશે. એટલે આ જગ્યા એ આ ગ્રહણ ની અસરો જોવા મળશે. ભારતીય સમય પ્રમાણે વલયાકાર સુર્ય ગ્રહણ થશે. આ વલયાકાર સુર્ય ગ્રહણ બપોરે લગભગ ૧:૪૨ શરું થઈ ને સાંજે ૬ : ૪૧ સમયે પૂર્ણ થશે. પાંચ કલાક નાં આ સુર્ય ગ્રહણ માં ૩ મિનિટ ૪૮ સેકન્ડ સુધી વલયાકાર સ્થિતિ બનશે.
વલયાકાર ગ્રહણ માં ચંદ્ર જયારે પૃથ્વી થી દુર હોય પણ પૃથ્વી અને સૂર્ય ની વચ્ચે આવી જાય ત્યારે તે સુર્ય ને એવી રીતે ઢાંકે છે. જેનાથી સુર્ય નો ફક્ત મધ્ય ભાગ જ ઢંકાઈ છે જેના કારણે પૃથ્વી પર થી જોવા માં આવે તો સુર્ય વલય અથવા કંકણ જેમ ચમકતો દેખાય છે જેને કંકણાકૃતિ ગ્રહણ પણ કેહવાય છે.
વૈશાખી અમાસ એટલે શનિ અમાસ શનિ જયંતી જ્યોતિષશાસ્ત્રમાં શનિ મહારાજને ‘દંડનાયક’ની ઉપમા આપવામાં આવી છે. જે સારાં-ખોટાં કર્મોના ફળદાતા તરીકે નીમવામાં આવ્યા છે. વર્તમાન કોરોના મહામારીમાંથી રાહત મળે તે માટે હનુમાન ચાલીસાનું પઠન ઉત્તમ છે. આ સમયે સરસવના તેલનો દીવો કરીને ઘરના બધા જ સભ્યોએ સાથે મળી હનુમાન ચાલીસાનું પઠન કરવુ એ અતિ ઉત્તમ છે
આ મહિને પાંચ ગ્રહો કરશે રાશિ પરિવર્તન
૨ જુને મંગળ મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં ભ્રમણ કરશે
મંગળ ના કર્ક રાશિ ના પ્રવેશ નો પ્રભાવ બારેરાશિનાં જાતકો પર જોવા મળે
મેષ વૃષભ કન્યા તુલા કુંભ મીન રાશિ ને શુભ પ્રભાવ જોવા મળે
જ્યારે મિથુન સિંહ વૃશ્ચિક ધન મકર રાશિ ના જાતકોને મધ્યમ ફળ જોવા મળે
મંગળ ના અશુભ પ્રભાવ થી રાહત પ્રાપ્ત કરવા” રીમ સ્કંધાય નમ:”,રીમ ભોમાય નમ:”અથવા મંગલ સ્તોત્ર નો પાઠ લાભ કારી રહે
૩ જુને ગ્રહો નાં યુવરાજ બુધ વક્રી અવસ્થામાં મિથુન રાશિ છોડીને વૃષભ માં પહોચ્યા છે
૧૫ મી જુને ગ્રહો નાં રાજા સુર્ય તેની શત્રુ રાશિ વૃષભ છોડીને એક મહિના માટે મિથુન માં ગોચર કરશે વૈદિક જ્યોતિષ મુજબ દર મહિને સુર્ય રાશિ બદલે છે
મિથુન રાશિ માં સુર્ય આવવાથી મેષ, કન્યા, સિંહ, અને કુંભ રાશિના જાતકો માટે સારા સમાચાર પ્રાપ્ત થશે
દેવગુરુ બૃહસ્પતિ જે બધા ગ્રહો માં શુભ પરીણામ આપે છે તે શનિ ની રાશિ કુંભ રાશિમાં વક્રી થઈ જશે જેમાં મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના જાતકો ને ફાયદો થશે
શુક ગ્રહ જે સુખ વૈભવ આપે છે તે ૨૨ જુને મિથુન રાશિમાં પરિભ્રમણ પૂર્ણ કરી કર્ક રાશિમાં ગોચર કરશે ૧૭ જુલાઈ ૨૦૨૧ સુધી કર્ક રાશિમાં રહેશે જેમાં કન્યા, ધન, અને મકર રાશિના જાતકો ઉપર શુક્ર લાભ કારક રેહશે