ગુજરાત રાજય ઇન્કમ ટેક્ષ વિભાગમાં તાજેતરમાં ઉચ્ચ અધિકારીઓની બદલી-બઢતીનો ઘાણવો નિકળ્યો છે. ગુજરાત રાજય આવકવેરાના ચીફ કમિશ્નર શ્રી પી.સી.મોદીએ ગુજરાત રાજયમાં અલગ જગ્યાએ ફરજ બજાવતા રપ૦ અધિકારીઓની બદલી કરી છે.
ચીફ કમિશ્નર ઓફ ઇન્કમટેક્ષ શ્રી પી.સી.મોદી અમદાવાદે રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-મહેસાણા-કચ્છ સહિતના વિસ્તારોમાં ડે. ડાયરેકટર, એડીશ્નલ કમિશ્નર, આસી. કમિશ્નર સહિત આ આઇટીઓ અધિકારીઓની બદલી કરતા હુકમો કર્યા છે.
આવકવેરામાં સૌથી અગત્યની ગણાતી ઇન્વેસ્ટીગેશન વીંગમાં રાજકોટ વર્તુળમાં ડે.ડાયરેકટર તરીકે ફરજ બજાવતા વૈભવ અગ્રવાલની અમદાવાદ અને શ્રી સાયમન્સની કેરેલા ખાતે બદલી થઇ છે. તો મહત્વની બ્રાન્ચમાં અમદાવાદથી શ્રી મનીષ અજુડીયા અને અનન્યા મેડમની વીંગમાં નિમણુંક થઇ છે.
જયારે સેન્ટ્રલ વિભાગમાં ફરજ બજાવતા હેમાંશુ ચૌહાણની અમદાવાદની ઇન્વેસ્ટીગેશન વીંગમાં તેમજ રાજકોટના સંજીવકુમારની સુરત ઇન્વેસ્ટીગેશન વીંગમાં બદલી કરવામાં આવી છે. પ્રદીપસિંહ શેખાવત ગાંધીધામથી રાજકોટ, એમ.એન.રાવલ, એમ.પી.સિંઘ, રવી પ્રકાશની રાજકોટ આવક વેરા વિભાગમાં બદલી થઇ છે.
રાજકોટમાંથી શ્રી કે.એલ.સોલંકી જામનગર મુકાયા છે. આઇ.બી.પટેલ સુરત, રાકેશ રાણા સુરત, આનંદકુમાર સુરત, હિમાંશુ ચૌહાણ અમદાવાદ મુકાયા છે.
જયારે આઇપીઓ વિભાગમાં એચ.હરીહરન-જુનાગઢ, કૌશીક ચૌહાણ-દ્વારકા, હેમંતકુમાર-બરોડા, એચ.એન.ગરેચા-વાપી, પી.અગ્રવાલ-વલસાડ, એસ.આર.વાઘેલા-રાજકોટ, મુકેશકુમાર -મોરબીથી વલસાડ, સંજયકુમાર ફુસલાણી-મોરબીથી રાજકોટ, વિજય ચેરખન-વેરાવળથી અમદાવાદ, નરેન્દ્રસિંહ-જામનગરથી સેલવાસ, એ.ડી.પટેલ-જામનગરથી બરોડા, સંતોષકુમાર-જામનગરથી સુરત, તુષાર દેસાઇ-જામનગરથી અમદાવાદ, આશીષ વી.શાહ-રાજકોટથી અમદાવાદ, વિનોદકુમાર પરમાર-રાજકોટથી અમદાવાદ, શ્રી પિનાકીન -અમરેલીથી જામનગર, વિનેશચંદ્ર-અમદાવાદ, એમ.પી.યાદવ-વાપીથી રાજકોટ, લલીત ચૌહાણ-વાપીથી રાજકોટ, સુરેન્દ્ર ગુપ્તા-સેલવાસથી રાજકોટ, વી.સી.બાંભણીયા-જામનગરથી રાજકોટ, આઇ.એ.કુરેશી-અમદાવાદથી રાજકોટ, પી.કે.જાદવ-ગાંધીનગરથી રાજકોટ, રાજેશ મિશ્રા-રાજકોટથી મોરબી, કૌશીકકુમાર-જામનગરથી દ્વારકા, હર્ષદ ડાભી-મહેસાણાથી રાજકોટ, મુરલી મોહન-અમદાવાદથી જામનગર, આર.એમ.અખીયાણી-રાજકોટથી અમદાવાદ, એ.એમ.છત્રાળા-જુનાગઢથી રાજકોટ, ભરત રાવલ-વડોદરાથી જામનગર, ડી.આર.પટેલ-વાપીથી જામનગર બદલી થઇ છે.