કેન્દ્ર સરકારે દિવાળીના દિવસે પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં 5 અને 10 રૂપિયાનો ભાવમાં ઘટાડો કર્યો હતો. જ્યારે રાજ્ય સરકારે પણ વેટના દરમાં ઘટાડો કરતા ગુજરાતમાં પેટ્રોલમાં પ્રતિ લિટરે આશરે 14 રૂપિયા અને ડીઝલમાં 04 રૂપિયા જેટલો ભાવ ઓછો થયો હતો અને મોંઘવારીમાં ફસાયેલી જનતાને થોડી શાંતિ થઇ હતી.
જેમાં કેન્દ્ર એ કહ્યું હોવા છતાં કોંગ્રેસ-શિવસેના શાસિત પાડોશી મહારાષ્ટ્રની રાજ્ય સરકારોએે વેટના દર ઓછો નહિ કરતા ગુજરાત કરતા પાડોશી રાજ્યમાં પેટ્રોલ 17.62 રૂપિયા સુધી અને ડીઝલ 8 રૂપિયા વધાય હતા. જેમાં પાડોસી રાજ્યોના લોકો વાહનોમાં ખાસ કરીને પેટ્રોલ ભરવા માટે ગુજરાતના પેટ્રોલપંપો પર જતા હોય છે ભાવ વાધાયનો લાભ લેવા કાળાબજારીયા પણ જાગૃત થઇ ગયા હોય એમ જોઈ શકાય છે. કેટલાક લોકો પેટ્રોલ પંપ પરથી કેનમાં પેટ્રોલ ભરી લીધા બાદ એ પેટ્રોલ બીજા રાજ્યોમાં વધારે ભાવમાં વેચીને નફો મેળવે છે .
ગુજરાત સામે રાજસ્થાન, મહારાષ્ટ્ર, MPના ભાવ:
જાબુવા (મધ્ય પ્રદેશ)
પેટ્રોલ108-24
ડીઝલ91.80
દાહોદ (ગુજરાત)
પેટ્રોલ96.30
ડીઝલ90.30
આબુરોડ (રાજસ્થાન)
પેટ્રોલ113.08
ડીઝલ97.55
પાલનપુર (ગુજરાત)
પેટ્રોલ95.46
ડિઝલ89.47
નવાપુર (મહારાષ્ટ્ર)
પેટ્રોલ110.96
ડીઝલ90.04
સોનગઢ (ગુજરાત)
પેટ્રોલ96.03
ડીઝલ93.72