ખોવાયેલ મોબાઇલ સી.સી.ટી.વી કેમેરાની મદદથી શોધી આપી પરત અપાવતી રાજુલા SHE TEAM પોલીસ પોલીસ સ્ટેશનમાં કાર્યરત SHE TEAM ના સભ્યોને સિનીયર સિટીઝનનો સંપર્ક કરી તેઓની રૂબરૂ મુલાકાત લઇ સિનીયર સિટીઝનને પડતી મુશ્કેલીઓ બાબતે જાણકારી મેળવવા અને તેઓના કુટુંબીજનો સાથે કોઇ વિવાદ હોય તેવા કિસ્સામાં સુમેળભરી રીતે વિવાદ ઉકેલવા યથાયોગ્ય પ્રયત્નો કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતુ.જે આધારે રાજુલા જીૐઈ ઈચ્છર ના સભ્યો તેમજ ટાઉન બીટ હેક કૉન્સ બી.એમ.વાળા આજરોજ રાજુલા ટાઉન વિસ્તારમાં સિનીયર સિટીઝનોનો સંપર્ક કરી, તેઓની રૂબરૂ મુલાકાત લઇ,સિનીયર સિટીઝનોને પડતી મુશ્કેલીઓ બાબતે જાણકારી મેળવવાં તેઓના ઘરે ઘરે જઇ માહિતી મેળવતા હતા તે દરમ્યાન રાજુલા સવિતાનગર વિસ્તારમાં રહેતા યોગેશભાઇ મણીશંકરભાઇ રઘાણી ઉ.વ.૬૫ ની મુલાકાત લેતી વખતે તેઓએ પોલીસને જણાવેલ કે પોતાનો સેમસંગ કંપનીનો એમ-૧૩ મોડેલનો કિ.રૂ.૨૦,૦૦૦/- ની કિમતનો મોબાઇલ રાજુલા ટાઉન વિસ્તારમાં પડી ગયેલ છે.જે તપાસ કરતાં મળી આવેલ નથી તેમ જણાવતા જીૐૐઈ ઈછર ના સભ્યો તેમજ ટાઉન બીટ હેડ.કોન્સ બી, એમ વાળાએ મોબાઇલ જે જગ્યાએ સિટીઝન પડી ગયેલ તે વિસ્તારની આજુબાજુના સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરી મોબાઇલ જેને મળેલ તેની શોધખોળ કરી તેઓની પાસેથી સેમસંગ કંપનીનો એમ-૧૩ મોડેલનો કિ.રૂ.૨૦,૦૦૦ નો પરત મેળવી સિનીયર યોગેશભાઇ મણીશંકરભાઇ રઘાણીને પરત સોપી આપતાં તેઓએ આવી માનવતા વાદી કામગીરી કરવા બદલ રાજુલા પોલીસ સ્ટેશનના જીઈ ઈછ ના સભ્યો તેમજ રાજુલા પોલીસનો ખુબ ખુબ આભાર માનેલ કામગીરી કરનાર રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ જે.એન.પરમારની સુચના અને માર્ગદર્શની હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના જીઈઈછ ના સભ્યો (૧) ૐઝ ભારતીબેન નરશીભાઇ પરમાર તથા (૨)ઉંઝ ધીરજબા કીટસિંહ ભાટી તથા ટાઉન બીટ હેડ કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
