ઓમિક્રોનના દહેશત વચ્ચે દેશની બે મોટી શાળાઓમાં કોરોના વિસ્ફોટ દેશમાં ઓમિક્રોનનીવધતા કેસને સરકાર પડી ચિંતામાં બ્રિટનમાં 24 કલાકમાં પહેલી વખત કોરોનાના કેસ 1 લાખને પાર કર્યો પશ્ચિમ બંગાળના નાદિયામાં નવોદય સ્કૂલમાં 29 બાળકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. આ તમામ રેસિડેન્શિયલ સ્કૂલના ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ છે બીજી તરફ હિમાચલના બિલાસપુરની એક શાળામાં 23 બાળકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે.
આ સંદર્ભમાં જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે આજે ગુરુવારે વડાપ્રધાન મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિને લઈને અધિકારીઓની બેઠક બોલાવી છે આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આજે બેઠક બોલાવી છે બેઠક બાદ તેઓ દિલ્હી માટે નવી માર્ગદર્શકો જાહેર કરશે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા હવે દેશમાં 247 છે. તેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 65, દિલ્હીમાં 57, તેલંગાણામાં 24, રાજસ્થાનમાં 22, કર્ણાટક તેમજ હરિયાણામાં 19 કેસ નોંધાયા છે.બીજી બાજુ બુધવારે ગુજરાતમાં ઓમિક્રોનના 9 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ 23 કેસ નોંધાયા છે. કેરળ 24 ઉત્તર પ્રદેશમાં 2 કેસ છે. આંધ્રપ્રદેશમાં બે કેસ છે જ્યારે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને ચંદીગઢમાં એક-એક કેસ છે બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં પ્રથમ વખત કોરોના વાયરસના કેસની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. તાજેતરના સમયમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને આ રોગને કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે