દીવા માં અગ્નિ નો વાસ હોય છે. જે પૃથ્વી પર સુરજ નું રૂપ છે. ધર્મ શાસ્ત્રોના પ્રસિદ્ધ દરેક પુસ્તકમાં સંધ્યા પૂજનનું ખુબ વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. સાથે જ સંધ્યા નાં સમયે ઘરમાં દિવો કે પ્રકાશ કરવો પણ જરૂરી માનવામાં આવે છે. સંધ્યા નો શાબ્દિક અર્થ સંધિ નો સમય છે. મતલબ દિવસ નું સમાપન અને રાત્રી ની શરૂઆત થાય છે.
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ નાં કેહવા મુજબ દિવસ નેં ત્રણ ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. પ્રાતઃ કાળ, મધ્યાહ્ન, અને સંધ્યા કાળ. સંધ્યા પૂજન માટે સવાર નો સમય સૂર્યોદય થી છ ઘટી સુધી, મધ્યાહ્ન ૧૨ ઘટી સુધી અને સાંજ ૨૦ ઘટી સુધી ઓળખાય છે
એક ઘટી માં ૨૪ મિનિટ હોય છે
સાંજે સૂર્યાસ્ત પહેલાં સંધ્યા સમયે ઘરમાં દિવો અગરબત્તી કરવી જોઇએ. ધર્મ શાસ્ત્રો ની માન્યતા છે કે નિયમપુર્વક સંધ્યા કરવા થી પાપરહિત થઈ ને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે.
રાત્રી ના સમયે કે દિવસ દરમિયાન આપણાં થી જાણતા અજાણતા ખરાબ કામ થઈ જાય છે. એ ત્રિકાળ સંધ્યા કરવા થી નષ્ટ થઈ જાય છે. ઘરમાં સાંજ ના સમયે દિવો પ્રગટાવો કે પ્રકાશ રાખવો જરૂરી માનવામાં આવે છે. ઘરમાં સાંજ ના સમયે અંધારું રાખવા થી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.
ઘરમાં બરકત રેહતી નથી અને ઘરમાં દરિદ્રતા નો વાસ રહે છે. તેથી સાંજે ઘરમાં અંધારું ન રાખવું જોઈએ. સાથે જ સંધ્યા સમયે ઘી નો દિવો પણ આ જ ઉદેશ્યથી લગાવવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં ઘી નો દિવો કરવાથી ઉર્જા દુર થવા ઉપરાંત ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે છે. અને ઘરમાં લક્ષ્મીજી નો સ્થાયી નિવાસ થાય છે.
હિન્દુ ધર્મ માં દિપ પ્રાગટ્ય નું ઘણું મહત્વ છે. કારણ કે દિપ એ જ્ઞાન અને પ્રકાશ નું પ્રતિક છે. સામાન્ય રીતે દિપ પ્રગટાવવાની પરંપરા છે. દિપ પ્રાગટય કરવું એ સંદેશ આપે છે કે આપણે અજ્ઞાન નો અંધકાર હટાવી જ્ઞાન ના પ્રકાશ માટે પુરૂષાર્થ કરીએ.
દિપ હંમેશા એક, ત્રણ, પાંચ, અને સાત એમ વિષમ સંખ્યામાં દિપ પ્રાગટ્ય કરવાથી વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. ગાય નાં ઘી નો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી પ્રદુષણ મુક્ત વાતાવરણ ઉભુ થાય છે.
એક વાત હંમેશાં યાદ રાખો કે દિવા થી દિવો ક્યારેય ન પ્રગટાવો જોઇએ. એવું કરવાથી વ્યક્તિ રોગી બને છે.
दीपो ज्योति परं ब्रह्म दीपो ज्योतिर्जनार्दन:।
दीपो हरतु मे पापं संध्यादीप नमोऽस्तु ते।।