કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાતના 125 કાર્યકર્તાઓની સાથે મુખ્યમંત્રી સહીતના દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર મેદાનમાં ઉતરશે.
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે ત્યારે ભાજપ ગુજરાત મોડલ સાથે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કમળ ખીલવવાનો પ્રયાસ કરશે. આવનારા દિવસોમાં કર્ણાટકની શેરીઓમાં અને પાર્ટીની પ્રચાર સામગ્રીમાં ગુજરાતમાં 156 બેઠકો જીતનાર સૂત્રો જ જોવા મળશે. ભરોસાની ભાજપ સરકાર, ડબલ એન્જિનની સરકાર, સપના સાકાર આ બે સૂત્રો સાથે નેતાઓ પ્રચાર કરતા કર્ણાટકમાં જોવા મળશે.
સીએમ ઉપરાંત આ નેતાઓ જશે પ્રચારમાં
15 એપ્રિલ બાદ ભાજપના નેતાઓ કર્ણાટકમાં પ્રચાર મેદાનમાં ઉતરશે. ચૂંટણીની જવાબદારી મનસુખ માંડવીયાને સોંપવામાં આવી છે. જીતુ વાઘાણી, ગણપત વસાવા, પ્રદીપસિંહ વાઘેલા સહીતના નેતાઓ કર્ણાટકમાં જશે. આ ઉપરાંત પ્રવીણ માળી, પૂર્ણેશ મોદી પણ ચૂંટણી પ્રતાચરમાં જશે. ગુજરાતના કાર્યકર્તાઓની સાથે રાજ્યના 6 નેતાઓ કર્ણાટકમાં જશે. મુખ્યમંત્રી ઉપરાંત ભાજપના નેતાઓ કર્ણાટકમાં પ્રચાર જશે.
જીતની દસ્તક દેવા માટે એડી ચોટીનું જોર લગાવશે
દક્ષિણ ભારતનું એક માત્ર રાજ્ય કર્ણાટકને બચાવવા અને જીતની દસ્તક દેવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે તેમાં ગુજરાતના દિગ્ગજ નેતાઓની પણ ડ્યુટી ત્યાં લાગશે. દક્ષિણમાં પોતાનું એકમાત્ર રાજ્ય બચાવવા માટે ભાજપ માત્ર ગુજરાતના ફક્ત ચૂંટણી મોડલનો જ ઉપયોગ કરશે નહીં, પરંતુ તેની સાથે સાથે ગુજરાત ભાજપના નેતાઓ ત્યાં મોરચો સંભાળશે અને ડબલ એન્જિન સરકાર સાથેના ભાજપના વિશ્વાસનું મોડેલ લોકો સુધી લઈ જશે. ગુજરાત ભાજપના પદાકારીઓની ડ્યુટી ત્યાં લગાવવામાં આવી રહી છે.
ગુજરાતમાં ભાજપે મોટી જીત મેળવી છે ત્યારે આ જીત પર હાઈકમાન્ડ ગુજરાત નેતાઓ પર વધુ ભાર આપી જવાબદારી સોંપી રહ્યું છે. ત્યારે મોટા નેતાઓના પ્રવાસો કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં યોજવામાં આવી રહ્યા છે. ગુજરાત મોડલની મહત્વની ભૂમિકા કર્ણાટકમાં હાઈકમાન્ડના આદેશના આધારે રહેશે.
(ફાઈલ તસવીર)