આમ તો ગુજરાત માં આ ગ્રહણ દેખાવવા નું નથી જેથી ગ્રહણ ને લાગતાં નિયમો પાળવા ની જરૂર નથી વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ નાં જણાવ્યા મુજબ તારીખ ૨૬ મે ના બુધવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ બપોરે ૨:૧૭ મિનિટે શરૂ થઈ સાંજે ૭:૧૯ મિનિટ સુધી રેહશે
આ ચંદ્રગ્રહણ ભારતના પશ્ર્ચિમ બંગાળ સહિત સામાન્ય ભાગો માં દેખાશે. આમ તો ગુજરાત માં આ ખગ્રાસ ચંદ્રગ્રહણ દેખાશે નહીં કારણ થી ગુજરાત માં ગ્રહણ ને લાગતાં નિયમો પાળવા ની જરૂર નથી.
આ ગ્રહણ ની અસર દેશ અને દુનિયા પર દેખાશે
આ ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્રમાં છે સાથે શનિ મહારાજ મકર રાશિમાં ભ્રમણ કરતા વક્રી થયા છે સાથે વર્તમાન ગ્રહ ગોચર પણ સામાન્ય પ્રભાવ વાળી છે માટે દેશ અને દુનિયા પર ખાસ અસર પડશે વિશેષ કરીને શેરબજાર અર્થક્ષેત્રે તેનો પ્રભાવ જોવા મળશે વાતાવરણમાં પણ તેનો પ્રભાવ જોવા મળશે સામાન્ય કુદરતી આફતનો માં ભુકંપ વાવાઝોડા ના પણ સંકેત જોવા મળી શકે વર્તમાન મહામારી માંથી થોડાક અંશે રાહત મળે
આ ચંદ્રગ્રહણ નો પ્રભાવ બાર રાશિઓ નાં જાતકો પર પડશે
ખાસ કરીને મેષ, મિથુન, કન્યા, વૃશ્ચિક, મીન, રાશિમાં મધ્યમ ફળ મળે
વૃષભ, કર્ક, સિંહ, તુલા, ધન, મકર, અને કુંભ રાશિમાં શુભ ફળ મળે
ગ્રહણ સમય દરમ્યાન વ્રત, જાપ, તપ, દાન અને તિર્થ સ્નાન નું અનેક ગણું ફળ મળે છે
આમ તો ગુજરાત માં આ ખગ્રાસ ચંદ્રગ્રહણ દેખાશે નહીં પરંતુ તિર્થ સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે.