માઘ માસમાં શુક્લ પક્ષની પાંચમી તિથિએ વસંત પંચમી આવે છે. આ વર્ષે વસંત પંચમી 16 ફેબ્રુઆરીના મંગળવારે આવી રહી છે. વસંત પંચમીના પર્વથી જ વસંત ઋતુનું આગમન માનવામાં આવે છે. આ દિવસ જ્ઞાન અને સ્વરની દેવી માતા સરસ્વતીની પૂજા કરવાનું માહત્મય છે. માનવામાં આવે છે કે, વસંત પંચમીના દિવસે જ દેવી મા સરસ્વતીનું પ્રાગટ્યું થયું હતું. શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે વસંત પંચમીના આ અવસરે ઉત્તમ યોગ બની રહ્યો છે. આ દિવસે અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ બની રહ્યો છે. જે વસંત પંચનીને વધુ વિશેષ બનાવે છે. આ સાથે ગુરૂ, શનિ, શુક્ર અને બુધ 4 ગ્રહ મકર રાશિમાં એક સાથે રહેશે અને મેષ તેની પોતાની રાશિ મેષમાં બેસશે.
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિધિ વિધાનથી પૂજા કરતી વખતે તેમને પીળા પુષ્પ, પીળા રંગની મિઠાઇ અર્પણ કરવી જોઇએ. માતા સરસ્વતીને કેસર અથવા પીળા ચંદનનું તિલક કરવું જોઇએ તેમજ તેમને પીળા રંગના વસ્ત્ર ભેટ કરવા જોઇએ. આ ઉપરાંત વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તેમને માલપુઆ અને ખીરનો ભોગ ધરાવવાનું પણ માહત્મ્ય છે.
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે, માઘ માસમાં શુક્લ પક્ષની પાંચમી તિથિએ માતા સરસ્વતીની પ્રાગટ્ય થયુ હતું. વસંત પંચમી પર્વને માતા સરસ્વતીના પ્રાકટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે, એટલા માટે વસંત પંચમી પર સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરીને મા સરસ્વતીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. આટલું જ નહીં, આ વર્ષે વસંત પંચમી રેવતી નક્ષત્રમાં છે.

16 ફેબ્રુઆરીએ સવારે 3થી 36મિનિટથી સુધી વસંત પંચમી શરૂ થશે, જે 17 ફૂબ્રુઆરી સવારે 5 કલાક અને 46 મિનિટે સમાપ્ત થશે. તો આ રીતે 16 ફેબ્રુઆરીએ આખો દિવસ વસંત પંચમી રહેશે. પૂજાના મુહુર્ત માટે ઉત્તમ સમય સવારે 11.30થી 12.30 સુધીનો છે.

આમ તો દર વર્ષે વસંત પંચમી નાં દિવસે ઘણા બધા લગ્ન ના પ્રસંગો હોય છે. પરંતુ આ વર્ષે ગુરુ અને શુક્ર નો અસ્ત હોવાથી લગ્ન નું મુહૂર્ત નથી છતાં પણ ઘણા ઠેકાણે આ દિવસ ને શુભ માણી લગ્ન કરશે