ગણેશ જયંતિ
ભારતીય કેલન્ડર ગણના મુજબ આજે સંકટોનો નાશ કરનારા દેવ ગણેશજીનો જન્મોત્સવ છે. માંગલિક કાર્યોનો પ્રારંભ જેમની પૂજા વગર થતો નથી તેવા ગણેશજીના જન્મ દિવસે તેમની પૂજા તલ અને કુંદથી થાય છે માટે આ દિવસને તલકુંદ ચતુર્થી, માઘી ચતુર્થી અને વરદ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આમ તો દર વર્ષે વડોદરા નાં પુર્વ વિસ્તારમાં એકદંત જન સેવા ટ્રસ્ટ ના અધ્યક્ષ શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ દ્વારા ગણેશજીનો જન્મદિવસ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હર્ષ ઉલ્લાસ થી ઉત્સવ મનાવવામાં આવે છે અને તેમાં ૨૦૦૦ થી ૨૫૦૦ જેટલા ગણેશ ભક્તો જન્મોત્સવ મનાવે છે અને ગણેશજીના દર્શન તથા પ્રસાદ ગ્રહણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પરંતુ આ વર્ષે
કોવિડ -૧૯ ની પરિસ્થિતિ ને અનુલક્ષી ને આ દરેક પ્રોગ્રામ બંધ રાખેલ છે. દરેક ગણેશ ભક્તો ને નમ્ર વિનંતી
આ ગણેશ જન્મોત્સવ આપણે આપણા ઘરમાં રહીને જ ઉજવીએ
ખાસ કરીને આ દિવસે ગણેશજીની વિશિષ્ટ ઉપાસના કરવામાં આવે છે. રાજ્યભરનાં ગણેશ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. વિઘ્ન હર્તા કે સંકટનિવારક દેવ તરીકે તેમની ઉપાસના ઉપરાંત કોઈ નિર્ણય લેવામાં જો મૂંઝવણ અનુભવાતી હોય તો પણ ગણેશ ઉપાસના લાભદાયી બનશે.
શ્રી ગણેશજીની ઉપાસના તેમની બુદ્ધિને તીક્ષ્ણ બનાવે છે અને યોગ્ય નિર્ણય લઇને તેના આચરણની પ્રેરણા આપી, જીવનને સફળતાની દિશામાં લઇ જાય છે. આ માટે ગણેશ જયંતીના દિવસે અને દરરોજ પણ ‘ઓમ્ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરતાં-કરતાં ગણેશજીના સ્વરૂપનું ધ્યાન કરી, તેમનાં સદ્ગુણોનું ચિંતન કરી તે માર્ગે આચરણ કરવું એ જ ગણેશજીની શ્રેષ્ઠ ઉપાસના છે.
ગણેશજીની કૃપા મેળવવા માટે ‘સંકષ્ટનાશન ગણેશ સ્તોત્ર’નું પઠન કરવું જોઇએ. જો શક્ય બને તો ‘શ્રીગણપતિ અથર્વશીર્ષ’નું શ્રવણ અને પઠન પણ સર્વોત્તમ માનવામાં આવે છે. આ દિવસોમાં ‘ઓમ્ ગં ગણપતયે નમ:’ મંત્રની માળા પણ કરી શકાય છે.
ઓછામાં ઓછું 108 વખત તેઓના નામનું સ્મરણ કરવું ઉત્તમ ગણવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પણ અભ્યાસ શરૂ કરતાં પૂર્વે જો મનમાં 11 વખત ‘ઓમ્ ગં ગણપતયે નમ:’ મંત્રનું પઠન કરે અથવા ગણેશજીનું સ્મરણ કરીને પ્રસ્થાન કરે તો પણ તેઓને જ્ઞાનવૃદ્ધિ થઇ શકે છે.
ગણેશજી મોટું માથું આપણને ખાસ સંદેશ આપે છે. તે કહે છે કે, આપણે મોટું મન રાખીને મોટા વિચાર કરીએ, વધારે જ્ઞાન મેળવીએ અને વધુ શીખીએ. જીવનમાં તેનો ખાસ અમલ કરવો જોઈએ.
ગણેશજીની આંખો નાની નાની છે. જે આપણને કઈંક સંદેશો આપે છે. નાની-નાની આંખો કહે છે કે આપણે હંમેશા આપણા લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરવું જોઈએ. એકાગ્રતા રાખવી જોઈએ. જો આમ કરીએ તો આપણે ખોટા માર્ગે ભટકતા નથી.
ભગવાન ગણેશના મોટા સૂંપડાં જેવા કાન સંદેશ આપે છે કે વધુમાં વધુ સાંભળીએ. અને નાનું મોઢુ કહે છે કે કામ વગરનું ક્યારેય ન બોલવુ મતલબ ઓછુ બોલવુ અને વધુ સાંભળવુ
ભગવાનનું નાનું મોઢું કહે છે કે કામ વગર બોલવું નહીં એટલે કે એકદમ ઓછું બોલવું અને વધું સાભળવાનું રાખવું. જીવનમાં આ નિયમ રાખીએ તો અનેક સમસ્યાઓમાંથી બચી શકીએ.
મોટું પેટ- જીવનની સારી-ખરાબ કોઈ પણ સ્થિતિને એકદમ સારી રીતે પચાવી જાણવું
ગણેશજી દૂંદાળા પણ કહેવાય છે. તેમનું મોટું પેટ માનવ જાતિને સંદેશ આપે છે કે આપણને જીવનની સારી કે ખરાબ દરેક પરિસ્થિતિને પચાવતા આવડવું જોઈએ. સફળતા મળે તો અભિમાન ન કરવુ અને નિષ્ફળતા મળે તો દુ:ખી ન થવુ જોઈએ.
ઉંદર- ઈચ્છાનું પ્રતિક
ભગવાનનું ભારેભરખમ શરીર અને નાનકડો ઉંદર તેમનું વાહન. સમજવાનમાં કઈંક અજીબ લાગે પરંતુ ઉંદરને વાહન બનાવવા પાછળ પણ એક તર્ક છે. ઊંદર ઈચ્છાનું પ્રતિક છે. બેકાબુ ઈચ્છા અશાંતિ સર્જે, ઈચ્છા પર સવારી કરી તેના પર કાબુ મેળવો. તે તમને ખેંચી જાય તેવી તક ક્યારેય તેને ન આપો.
હાથની આશીર્વાદ મુદ્રા- આશીર્વાદ અને સુરક્ષા પૂરી પાડે
કુહાડી- લાગણીના બંધનોને એક ઝાટકે દૂર કરવા
જીવનમાં ક્યારેક એવી પણ પળો આવતી હોય છે કે લાગણીના બંધનોમાંથી દૂર થવું જરૂરી બને છે.
હાથમાં દોરડું- તમારા લક્ષ્યની નજીક તમને ખેંચવા
એક દાંત- સારું રાખવું અને ખરાબને ફેંકી દેવું
સૂંઢ- (લાંબુ નાક) ઊંચી કાર્યક્ષમતા અને કુનેહ, દરેક સ્થિતિને સૂંઘી લેવાની આવડત
ગણેશજીનું લાંબુ નાક આપણને એવી સિખ આપે છે કે આપણને આજુબાજુની હવાને સૂંધતા આવડવી જોઈએ, એટલે કે સ્થિતિને સમજતા આવડવું જોઈએ. આપણી આજુબાજુ પરિસ્થિતિ સમજીશું તો હંમેશા યોગ્ય દિશામાં જઈ શકીશું અને જીવનની પરિસ્થિતિઓને પહોંચી વળવાની આવડત વિક્સી શકશે.
મોદક- સાધનાનો શિરપાવ
પ્રસાદ- પ્રભુ નાં સાક્ષાત દર્શન