ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ માખણ ચોર છે. કૃષ્ણને બાળપણથી જ માખણ બહુ પસંદ છે. તેના માટે એ આખા ગામમાં માખણ ચોરીને ખાતા હતા. ભગવાન શ્રીકૃષ્ણને તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે માખણ ઉપરાંત મિશ્રી/ સાકરનો પણ ભોગ ધરાવે છે. આ ભોગ ભગવાનને બહુ પસંદ છે. તે સિવાય ભગવાનને ૫૬ ભોગ પણ ધરાવાય છે.
ભગવાન શ્રીકૃષ્ણને ૫૬ પ્રકારના વ્યંજન પીરસવામાં આવે છે, જેને ૫૬ ભોગ કહેવામાં આવે છે. બાલગોપાલને લગાવવામાં આવતા આ ભોગનો પણ એક મહિમા છે. ભગવાન શ્રીકૃષ્ણને અર્પિત કરવામાં આવતા ૫૬ ભોગના સંબંધમાં કેટલીક રસપ્રદ કથા છે.આ કથા અનુસાર, માતા યશોદા બાલકૃષ્ણને એક દિવસમાં આઠ વખત ભોજન કરાવતા હતા. એક વખત જ્યારે ઈન્દ્રના પ્રકોપથી વ્રજને બચાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને ટચલી આંગળી એ ઉઠાવી લીધો હતો, ત્યારે સળંગ ૭ દિવસ સુધી ભગવાને અન્ન-જળ ગ્રહણ નહોતુ કર્યું.
૮ મા દિવસે જ્યારે ભગવાને જોયું કે, હવે ઈન્દ્રની વર્ષા બંધ થઈ ગઈ છે, ત્યારે તમામ વ્રજવાસીઓને ગોવર્ધન પર્વતમાંથી બહાર નીકળી જવાનું કહ્યું, ત્યારે દિવસમાં ૮ વખત ભોજન કરનાર કૃષ્ણ સળંગ ૭ દિવસ સુધી ભુખ્યા રહેતા વ્રજવાસીઓ અને મૈયા યશોદાને ખુબ દુખ થયું હતું.ત્યારે ભગવાન પ્રત્યે પોતાની અનન્ય શ્રદ્ધાભક્તિ દેખાડતા તમામ વ્રજવાસીઓ સહિત યશોદા માતાએ ૭ દિવસ અને આઠ પહરના હિસાબથી ૭×૮=૫૬ વ્યંજનોનું ભોગ બાલગોપાલને લગાવ્યું હતું. ૫૬ સખીઓ છે. ૫૬ ભોગ
એક અન્ય માન્યતા અનુસાર, એવું કહેવામાં આવે છે કે, ગૌલોક માં ભગવાન શ્રીકૃષ્ણ રાધિકાજી સાથે એક દિવ્ય કમળ પર બિરાજે છે. આ કમળની ૩ પરત હોય છે. જેમાં પ્રથમ પરતમાં ૮, બીજા પરતમાં ૧૬ અને ત્રીજા પરતમાં ૩૨ પંખુડીઓ હોય છે. તેની દરેક પંખુડીઓ પર એક પ્રમુખ સખી અને મધ્યમાં ભગવાન બિરાજે છે, આ રીતે કુલ પંખુડીઓની સંખ્યા ૫૬ હોય છે. અહીં ૫૬ સંખ્યાનો એજ અર્થ છે. એટલે કે, ૫૬ ભોગથી ભગવાન શ્રીકૃષ્ણ પોતાની સખીઓ સાથે તૃપ્ત થાય છે
૫૬ ભોગમાં પંજરીના પ્રસાદની સાથે સાથે અનાજ, ફ્રૂટ્સ, મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ, પીણા, નમકીન અને અથાણા જેવી ચીજો પણ સામેલ હોય છે. મોટાભાગે લોકો ૨૦ પ્રકારની મીઠાઈઓ, ૧૬ પ્રકારના નમકીન અને ૨૦ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ ધરાવે છે. માખણ, ખીર, બદામનું દૂધ, ટિક્કી, મગની દાળનો હલવો, જલેબી, રબડી, મઠરી, માલપુઆ, મોહનથાળ, ચટણી, ભજિયા, ખીચડી, પૂરી, ગળ્યો ભાત, દાળ, બટાકાનું શાક, પાપડ, દહીં, કઢી, ઘેવર, ચિલ્લા, રીંગણનું શાક વગેરે મુખ્ય હોય છે.
બીજું એક કારણ એવું પણ દર્શનીક છે કે ધર્મ ગ્રંથોમાં પ્રાણીઓ ની ૮૪ લાખ યોનિ ઓ જાણવા માં આવે છે. જેમાં શ્રેષ્ઠ યોનિ એ મનુષ્ય યોનિ છે. જો મનુષ્ય યોનિ ને અલગ કરી દેવામાં આવે તો ૮૩,૯૯,૯૯૯ સંખ્યા થાય છે. આ બધી યોનિ ઓ પશું -પક્ષી ની છે. તેમને જોડવા નો યોગ ૫૬ હોય છે. મનુષ્ય જન્મ ને છોડી ને બાકી નાં જન્મોથી મુક્તિ મેળવવા માટે જ આપણે ૫૬ ભોગ નો પ્રસાદ ભગવાન ને ધરાવીએ છીએ. એવું મનાય છે કે આપણે આપણા અન્ય ૮૩,૯૯,૯૯૯ જન્મ ભગવાન શ્રી કૃષ્ણ ના ચરણોમાં સમર્પિત કરી દીધા છે.
