આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કૌશામ્બી અને આઝમગઢની મુલાકાતે છે. દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે છે. સૌથી પહેલા કૌશામ્બીમાં તેઓ કડા ધામના ફસૈયા મેદાનમાં કૌશામ્બી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. અહીં તેમને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો પણ કર્યા.
ગાંધી પરિવાર પર નિશાન સાધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ‘તેઓ કહે છે કે લોકશાહી ખતરામાં છે. લોકશાહી ખતરામાં નથી પણ તમારો પરિવાર ખતરામાં છે.’ યુપીના કૌશામ્બીમાં તેમણે કહ્યું- સોનિયા જી હોય, રાહુલ જી હોય કે અન્ય કોઈ હોય, મોદીજીને ગાળો આપીને કાદવમાં કમળને વધુ મજબૂત કરીને ખીલવ્યું છે. તમે આ લોકશાહીને જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણના ત્રણ નખમાં ઘેરીને રાખી છે.
દેશ વિરોધ પક્ષોને ક્યારેય માફ નહીં કરે – અમિત શાહ
અમિત શાહે કહ્યું- ગઈકાલે જ સંસદ સમાપ્ત થઈ. આઝાદીના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે દેશના બજેટ સત્રમાં ચર્ચા કર્યા વિના સંસદ સમાપ્ત થઈ ગઈ હોય. વિપક્ષના નેતાઓએ ગૃહની કામગીરી ચાલવા દીધી ન હતી. એનું કારણ રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા… રાહુલ ગાંધી આ સજાને પડકાર આપે. તમે સંસદના સમયની બલિ ચઢાવી દીધી છે. અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીને લોકસભામાંથી અયોગ્ય ઠેરવવા પર સંસદની કાર્યવાહી ખોરવવા બદલ દેશ વિપક્ષી પાર્ટીઓને ક્યારેય માફ નહીં કરે.
‘કૌશાંબી ઉત્સવ-2023’નું ઉદ્ઘાટન
અમિત શાહ આજે યુપીના કાશામ્બી પહોંચ્યા હતા જ્યાં તેમણે ‘કૌશાંબી ઉત્સવ-2023’નું ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેઓ આઝમગઢમાં 4,567 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી રહ્યા છે. અમિત શાહ આજે આઝમગઢના નામદારપુરમાં હરિહરપુર સંગીત મહાવિદ્યાલયનો શિલાન્યાસ કરશે.
આ અવસર પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં છેલ્લા 3 વર્ષથી 80 કરોડ લોકોને મફતમાં અનાજ મળી રહ્યું છે અને બીજી તરફ પાકિસ્તાનની અંદર લોકોને રોટલીના ફાંફા પડી રહ્યા છે. આજે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે કે સરકાર કેવી રીતે ચલાવવી જોઈએ.