અમરેલી જિલ્લાના મોટા લીલીયા ખાતે ઉમિયા મંદિરે ભવ્ય રજત જયંતિ મહોત્સવ યોજાયો……કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનું રજત તુલ્લા કરવામાં આવી હતી…….સમસ્ત મોટા લીલીયા ગામ તેમજ આજુ બાજુના ગામડાઓ ધુવાડા બંધ રહ્યા……
અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામે કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા મંદિરે ભવ્ય ત્રી દિવસીય રજત જયંતિ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સમસ્ત સમાજના લોકો હાજર રહ્યા હતા અને વિશાળ ગ્રાઉન્ડમાં રજત જયંતિ મહોત્સવ પ્રસંગ યોજાયો હતો કડવા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ત્રણ દિવસ સુધી બપોર અને સાંજે એમ બે ટાઇમ ભોજન પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું હતું. મોટા લીલીયા સહિત આજુ બાજુના ૩૫ થી વધુ ગામડાઓમાંથી લોકો આ મહોત્સવમાં આવી રહ્યા હતા આ મહોત્સવમાં કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાનુ રજત તૂલ્લા કરવામાં આવી હતી તેમજ આ પ્રસંગે ઈફ્કો ના ચેરમેન દિલીપ સંઘાણી, અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા સહિતના રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે લેઉવા પટેલ સમાજના આગેવાનો તેમજ ખોડલધામ ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં આ મહોત્સવમાં ૨૦૦૦ થી પણ વધુ સ્વયંસેવકો જોડાય હતા તેમજ વિવિધ પ્રકારના પ્રદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, મેળાનું આયોજન કરાયું હતું.
મહોત્સવમાં વિવિધ સમાજના યુવાનો તેમજ સામાજિક સંસ્થાઓ સેવા આપી હતી. ત્યારે અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પણ સેવા આપી હતી. ત્યારે અમરેલી તાલુકા આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ આ મહોત્સવમાં સેવા આપી હતી. ઉમિયા મંદિરના પ્રમુખ બાબુભાઇ ધામતના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ તેમજ લીલીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડો.તોમર, ડો.છત્રોલા તેમ તાલુકા હેલ્થ ઓફિસર ડો. સિધપુરા, ડો.સોનાલી રાબડીયા, રંજનબેન સોલંકી તેમજ આરોગ્ય વિભાગની મેલ-ફીમેલ તેમજ સ્ટાફ દ્વારા સ્થળ પર જ મેડિકલ ચેકઅપ કરી સારવાર આપવામાં આવી હતી અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું