બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેઓ સંધના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમાં પણ આજે મહત્વની સભાનું આયોજન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આરએએસનું શક્તિ પ્રદર્શન. આજે સાંજે મોહન ભાગવત એજીએમડીસી ગ્રાઉન્ડમાં સ્વયંસેવકોને સંબોધશે.
જીએમડીસી ગ્રાઉન્ડ પર આરએસએસનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે. 2024ની ચૂંટણી પહેલા એક તરફ તૈયારીઓ તેજ થઈ રહી છે. ત્યારે આરએસએસ દ્વારા અમદાવાદ જીએમડીસી ખાતે શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
સંઘ પ્રમુખ મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિમાં આજે સામાજિક સંગઠન કાર્યક્રમ યોજવામાં આવશે. તાજેતરમાં જ મોહન ભાગવતે અમદાવાદની મુલાકાત લીધી હતી અને મહત્વની બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા ત્યારે ફરી એકવાર મોહન ભાગવત અમદાવાદમાં જીએમડીસીના આ કાર્યક્રમમાં હાજરી આપશે. તેમની ઉપસ્થિતિમાં આરએસએસ દ્વારા સ્વંયસેવકો જોડાશે. મોહન ભાગવત આજે અને આવતીકાલ એમ બે દિવસ ગુજરાતમાં અલગ અલગ બેઠકો કરશે.
વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીઓ આવવાની છે. આરએસએસ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપને એક રીતે આરએસએસનું સમર્થન છે. ખાસ કરીને ચૂંટણી દરમિયાન, એવું જોવા મળે છે કે ઘણા આરએસએસ કાર્યકરો-સ્વયંસેવકો પણ ભાજપ તરફી પ્રચાર કરે છે.