મુંબઇ તા. ૩ : GSTના અમલ બાદ પાર્લરના બિઝનેસ પર મોટો ફટકો પડ્યો છે. અમદાવાદ શહેરના મોટાભાગના પાર્લરમાં હાલ કોલ્ડ ડ્રિંકસ, ચોકલેટ સહિતનો માલ આવતો અટકી પડ્યો છે. કોલ્ડ ડ્રિંકસમાં GSTના અમલ પહેલાથી જ પાર્લર પર ભાવ વધારી દેવાયા હતા અને રૂ. ૧૨માં મળતી ૨૦૦ એમ.એલ.ની કોલ્ડ ડ્રિંકસની બોટલ હાલમાં રૂ. ૧૪માં વેચાઈ રહી છે. પરંતુ હવે આગળથી સ્ટોક આવતો અટકી પડ્યો હોવાથી ધંધાને ફટકો પડી રહ્યો છે.
GSTના અમલથી અમદાવાદમાં મોટાભાગના પાર્લર ધારકો માલની તંગી સામે ઝઝુમી રહ્યા છે. કોલ્ડ ડ્રિંકસ, ચોકલેટ સહિતની વસ્તુઓનો માલ આવતો નથી. જૂનો સ્ટોક કિલયર થયા બાદ કંપની દ્વારા ઞ્લ્વ્ની ગણતરી કરી નવો માલ મોકલશે તેવી હૈયાધારણા પાર્લર ઓનરોને આપી છે. જેથી હાલમાં માલની તંગી સાથે પાર્લર માલિકો ધંધો કરી રહ્યા છે.
GSTના પગલે કોલ્ડ ડ્રિંકસ, ચોકલેટ સહિતની સામગ્રી પર પણ વધારો જોવા મળશે. ૨૦૦ એમ.એલ.ની કોલ્ડ ડ્રિંકસની બોટલ જે રૂ. ૧૨માં મળતી હતી તે ચાર-પાંચ દિવસથી રૂ. ૧૪માં વેચાઈ રહી છે. આ જ રીતે અન્ય સેગમેન્ટમાં પણ કિંમતો વધવાની છે અને તેના પગલે જ કંપનીઓએ માલ મોકલવાનું અત્યારે અટકાવી દીધું છે. ચોકલેટની કંપનીઓ દ્વારા હાલમાં માત્ર ઓર્ડર લઈ જાય છે પરંતુ માલની ડિલિવરી મોડેથી કરશે તેમ જણાવી રહી છે. આમ, પાર્લર બિઝનેસને પણ GSTના અમલને લઈને ફટકો પડ્યો છે.મણિનગરના કોલ્ડ ડ્રિંકસના ઓનર દિનેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, GSTના અમલ પહેલાથી જ ૨૦૦ એમ.એલ.ની બોટલના ભાવ રૂ. ૧૨થી વધારીને રૂ. ૧૪ કરી દેવાયા હતા. ઉપરાંત રૂ. ૫૫માં મળતી કોલ્ડ ડ્રિંકસની બોટલના ભાવ હવે રૂ. ૫૮ થવાના છે અને તેની પ્રિન્ટ ટૂંક સમયમાં આવી જશે. જોકે, હાલમાં માલની ખૂબ જ તંગી છે. કંપનીઓ તરફથી માલનો ઓર્ડર આવીને લઈ જાય છે પરંતુ માલ મોકલતા નથી. તપાસ કરતા GSTનું કારણ આગળ ધરી માલ થોડા સમય પછી રેગ્યુલર થશે તેમ જણાવે છે.