Mahakumbh 2025 : વસંત પંચમી પર મહાકુંભમાં આસ્થાનો મહાસમુદ્ર, આજે 35 કરોડ ભક્તોની પવિત્ર ડૂબકી!
વસંત પંચમી પર 35 કરોડ ભક્તોએ અમૃત સ્નાન કર્યું
CM યોગી આદિત્યનાથ કરી રહ્યા છે સતત નિરીક્ષણ
Mahakumbh 2025 : વસંત પંચમીના પવિત્ર અવસરે મહાકુંભમાં લાખો ભક્તો, જેમાં નાગા સાધુઓની ભાગીદારી સાથે, અમૃત સ્નાન કરી રહ્યા છે. મહાનિર્વાણ અખાડા, નિરંજની અખાડા અને અન્ય અખાડાઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. અત્યાર સુધીમાં 35 કરોડથી વધુ ભક્તોએ આ પવિત્ર ડૂબકી લેવામાં ભાગ લીધો છે.
CM યોગી દ્વારા સતત અપડેટ
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સ્વયં મહાકુંભના અમૃત સ્નાન પર સતત અપડેટ લઈ રહ્યા છે. સવારના 3:30 વાગ્યાથી DGP, મુખ્ય સચિવ અને મુખ્ય પ્રધાન કાર્યાલયના અધિકારીઓ સાથે તેમણે સુચનાઓ આપી હતી. 10 લાખ કલ્પવાસીઓ અને 6.58 લાખ શ્રદ્ધાળુઓએ વહેલી સવારે પવિત્ર સ્નાન કર્યું.
— Yogi Adityanath (@myogiadityanath) February 3, 2025
ભીડને નિયંત્રિત કરવા માટે ઓપરેશન 11
महाकुम्भ-2025, प्रयागराज में बसंत पंचमी के पावन अवसर पर पवित्र त्रिवेणी संगम में पावन अमृत स्नान कर पुण्य लाभ अर्जित करने वाले पूज्य साधु-संतों, धर्माचार्यों, सभी अखाड़ों, कल्पवासियों एवं श्रद्धालुओं को हार्दिक बधाई! pic.twitter.com/iRpCi1FmJg
— Yogi Adityanath (@myogiadityanath) February 2, 2025
મહાકુંભમાં ભીડને મેનેજ કરવા માટે ઓપરેશન 11 ચલાવામાં આવી રહ્યું છે. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર આ યોજના અમલમાં છે. એકમાત્ર માર્ગો બનાવવામાં આવ્યા છે અને પોન્ટુન બ્રિજ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રિવેણી સંગમ પર વધતા દબાણને રોકવા માટે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
રેકોર્ડ ભાગીદારી
આજે સવારે 16.5 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે. આ સાથે, મહાકુંભમાં કુલ 33 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કરી લીધુ છે. ઉત્તર પ્રદેશ સરકારના અંદાજ પ્રમાણે આજે લગભગ પાંચ કરોડ વધુ શ્રદ્ધાળુઓ સ્નાન માટે આવશે.
CM યોગીનો શુભેચ્છા સંદેશ
महाकुम्भ-2025, प्रयागराज में बसंत पंचमी के पावन अवसर पर माँ गंगा, माँ यमुना और माँ सरस्वती की दिव्य धाराओं में पवित्र अमृत स्नान कर पुण्य लाभ अर्जित करने वाले सभी श्रद्धालुओं को हार्दिक बधाई!
भगवान तीर्थराज सभी के मनोरथ पूर्ण करें, हमारे चिंतन एवं चेतना को सशक्त करें, विश्व का…
— Yogi Adityanath (@myogiadityanath) February 2, 2025
CM યોગી આદિત્યનાથે વસંત પંચમીના અવસરે ત્રિવેણી સંગમમાં સ્નાન કરનારા તમામ ભક્તોને, સાધુઓને અને સંતોને હાર્દિક અભિનંદન પાઠવ્યાં.