Mahakumbh 2025 Special Volvo Bus: રાજકોટથી મહાકુંભ મેળા માટે GSRTCની ખાસ વોલ્વો બસ, જાણો સંપૂર્ણ પેકેજની માહિતી!
4 ફેબ્રુઆરી 2025થી રાજકોટથી પ્રયાગરાજ માટે GSRTCની વોલ્વો બસ સેવા શરૂ થશે
મહાકુંભ માટે ખાસ બસ પેકેજનું ભાડું ₹8,800/- નક્કી કરવામાં આવ્યું
રાજકોટ, સોમવાર
Mahakumbh 2025 Special Volvo Bus: પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર યાત્રામાં જોડાવા માટે ગુજરાત એસટી નિગમ (GSRTC) દ્વારા ખાસ AC વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ પછી, હવે રાજકોટથી પણ શ્રદ્ધાળુઓને સીધી બસ સેવા ઉપલબ્ધ રહેશે.
રાજકોટથી પ્રયાગરાજ સીધી બસ સેવા
શ્રદ્ધાળુઓની માંગને ધ્યાનમાં રાખીને 4 ફેબ્રુઆરી 2025થી રાજકોટથી પ્રયાગરાજ જવા માટે એસટી વોલ્વો બસ શરૂ કરવામાં આવશે. આ બસનું વ્યક્તિ દીઠ ભાડું ₹8,800/- નક્કી કરવામાં આવ્યું છે, અને બુકિંગ હવે ખુલ્લું છે.
આ રીતે કરો બુકિંગ
GSRTCની અધિકૃત વેબસાઈટ www.gsrtc.in પર ઓનલાઈન ટિકિટ બુક કરી શકો છો.
બસ સ્ટેન્ડના કાઉન્ટર પરથી બુકિંગ કરાવવાથી 1% બુકિંગ ચાર્જ લાગુ પડશે.
મહાકુંભ માટે ખાસ બસ સેવાનું વિસ્તરણ
રાજ્ય સરકારના માર્ગદર્શનમાં GSRTC દ્વારા મહાકુંભ મેળા માટે વધારાની પાંચ વોલ્વો બસો દોડાવવામાં આવશે.
બસ મુસાફરો માટે બારાણ (MP Border) ખાતે પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની સુવિધા ઉપલબ્ધ હશે.
પ્રયાગરાજમાં રહેવાની વ્યવસ્થા યાત્રાળુઓને પોતાની રીતે કરવાની રહેશે.
આ ખાસ સેવા શ્રદ્ધાળુઓ માટે મહાકુંભમાં સરળ અને આરામદાયક યાત્રા સુનિશ્ચિત કરશે.