અમરનાથ યાત્રા આજથી શરૂ થઈ છે. જેની માટે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો આજે ભગવંતનગરમાં જમ્મુના બેઝ કેમ્પથી કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રવાના થયો છે. આ જૂથમાં કુલ ૧૯૦૪ શ્રદ્ધાળુ સામેલ છે. આ ઉપરાંત બાલતાલ અને પહેલગાવ શિબિરોમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમરનાથ યાત્રામાં આ વર્ષે ૨ લાખ લોકોએ નોંધણી કરાવી છે. જેની માટે બેંક બ્રાંચમાંથી ૨.૧૧,૯૯૪ યાત્રીઓએ નોંધણી કરાવી છે. આ દરમ્યાન યાત્રા પૂર્વે હીઝબુલ મુજાહુદ્દીનો એક ઓડિયોકલીપ જાહેર થઈ છે. જેમાં યાત્રીઓ પર હુમલો નહીં કરવાની વાત કરવામાં આવી છે .જો કે તેની બાદ સુરક્ષા દળોએ સલામતીમાં વધારો કરી દીધો છે. આ યાત્રાને બુધવારે જમ્મુ અને કાશ્મીરના ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણ્યમ, જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર બીબી વ્યાસ અને વિજયકુમારે લીલી ઝંડી આપીને રવાના કરી હતી. રાજ્યના રાજ્યપાલના સલાહકાર વિજયકુમારે કહ્યું કે અમરનાથ યાત્રા પ્રત્યેક વર્ષ આયોજિત થનાર એક મહત્વપૂર્ણ અવસર છે. જનતા, સુરક્ષા એજન્સીઓ અને ડેવલપમેન્ટ એજન્સીઓની મદદથી અમારી એ કોશિશ છે કે મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય અને યાત્રા આરામથી ચાલતી રહે. આ યાત્રા દિવસમાં બાલટાલ અને અનંતનાગ સ્થિત નુનવાન, પહેલગામ શિબિર પહોંચશે. જે પછી આ તીર્થયાત્રી બીજા દિવસે ચાલીને જ 3880 મીટરની ઉંચાઇ પર સ્થિત ગુફા મંદિર જવા માટે રવાના થશે. જેનાથી તીર્થયાત્રાની શરૂવાત થઇ જશે. યાત્રાનું સમાપન 26 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે થશે. જમ્મુ કાશ્મીરના આઈજીએ અમરનાથ યાત્રાની સુરક્ષા અંગે જણાવ્યું કે અમે સુરક્ષાની બધી વ્યવસ્થા કરી લીધી છે. અમે આધુનિક ટેક્નિક અને ગાડીઓનો ઉપયોગ કરી રહ્યાં છે. સાથે જ ગત વર્ષની સરખામણીમાં સુરક્ષામાં વધારો કર્યો છે. શ્રદ્ધાળુઓ ગુફા સુધીની ૩૮૮૦ મીટરની મુસાફરી પગપાળા જ કરશે. જમ્મુ સેક્ટરમાં સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ ના ઈન્સ્પેક્ટર જનરલ અભય વીર ચૌહાણે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષા સઘન કરી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.