આમોદમાં આવેલું પાલેશ્વર મહાદેવ મંદિર ૧૨૦૦ વર્ષ થી પણ વધુ સમય પહેલાં વણઝારા લોકોએ બનાવ્યું હતું.
શિવરાત્રી નિમિત્તે આમોદ નગરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા.અને પાલેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી તેમજ મહાપ્રશાદી નુ આયોજન કરવા મા આવ્યું હતું.
આમોદ નગર સહિત પંથકમાં શિવરાત્રી નિમિત્તે શિવાલયોને રોશનીથી શણગારવામાં આવ્યા હતાં.તેમજ શિવરાત્રી નિમિત્તે હિંદૂ ધર્મ પ્રેમીઓ દ્વારા શિવાલયોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. શિવાલયોમાં સવારથી જ ભક્તોએ દર્શન માટે લાઈનો લગાવી હતી.આમોદમાં પાલેશ્વર મહાદેવ મંદિરે આજ રોજ શિવરાત્રી નિમિતે દર વર્ષની જેમ આવર્ષે પણ સંધ્યાટાણે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ ભાંગપ્રસાદી સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમોદમાં આવેલું પાલેશ્વર મહાદેવ મંદિર કહેવાય છે કે એક ગામ થી બીજા ગામ ભટકતું જીવન ગુજારતા વણઝારા લોકોએ બનાવ્યું હતું.જે આમોદમાં આવેલું પાલેશ્વર મહાદેવ મંદિર ૧૨૦૦ વર્ષ ઉપરાંત પુરાણું મંદિર છે.
ખાસ સંધ્યા ના સમયે મહાઆરતી મા મોટી સંખ્યા મા હિન્દૂ ધર્મ પ્રેમીઓ વર્ષો ની પરંપરા મુજબ જોડાયા હતા અને સમગ્ર વિસ્તાર સહીત નગર શિવમય બની જવા પામ્યું હતું.