ધર્મ શાસ્ત્રોમાં ભગવાન શિવને જગત પિતા માનવામાં આવેલ છે. કારણ કે ભગવાન શિવ સર્વવ્યાપી અને પૂર્ણ બ્રહ્મ છે. હિંદુ સંસ્કૃતિમાં ભગવાન શિવને મનુષ્ય કલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે. શિવ શબ્દ અને એના સ્વર ઉચ્ચારણ તથા ધ્યાન માત્રથી મનુષ્યને પરમ આનંદની અનુભૂતિ થવા લાગે છે. ભગવાન શિવ ભારતીય સંસ્કૃતિમાં દર્શનજ્ઞાન દ્વારા સંજીવની પ્રદાન કરવાવાળા દેવ છે. આ કારણથી અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર રૂપમાં હોવા છતાં શિવલિંગ સ્વરૂપમાં સાકાર મૂર્તિ પૂજા કરવામાં આવે છે. દેશ પરદેશમાં ભગવાન શિવનાં મંદિરો દરેક શહેરો, ગામડાં અને કસ્બાઓમાં ઉપલબ્ધ છે. જે ભગવાન મહાદેવની વ્યાપકતા અને એમના ભક્તોની આસ્થા પ્રગટ કરે છે. ભગવાન મહાદેવ એકમાત્ર એવા દેવ છે. જેને ભોલે ભંડારી નામથી પ્રયોજવામાં આવે છે. ભગવાન શિવ થોડીક જ પૂજા અર્ચનાથી પ્રસન્ન થાય છે. માનવ જાતિની ઉત્પતિ પણ ભગવાન શિવ દ્વારા માનવામાં આવેલ છે. ભગવાન શિવના સ્વરૂપને જાણવું દરેક શિવ ભક્ત માટે પરમ આવશ્યકતા છે. ભગવાન ભોલેનાથે સમુદ્ર મંથનમાં પ્રાપ્ત સમગ્ર વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું તેથી જ તે નીલકંઠ પણ કહેવાય છે. ભગવાન શિવ પોતાના ભક્તો પર જલદી પ્રસન્ન થઇ જાય છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવામાં કોઇ પણ મનુષ્યને મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો. પરંતુ ભગવાન શિવની પૂજામાં વિશેષ કાળજી રાખવી જોઇએ. શિવ પુરાણમાં ભોલાનાથને પૂજાથી સંબંધિત વર્ણન મળે છે. ભગવાન શિવે શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હતો. શંખને શંખચૂડ અસુરનું પ્રતીક માનવામાં આવે છે, અને આ અસુર ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. જેથી વિષ્ણુ ભગવાનની પૂજા શંખથી કરવામાં આવે છે. તુલસીને ભગવાન વિષ્ણુએ પત્ની સ્વરૂપમાં સ્વીકાર કર્યાં છે. એટલા માટે તુલસીથી ભગવાન શિવની પૂજા કરવામાં આવતી નથી. તલ અથવા તલથી બનાવેલ વસ્તુ પણ ભગવાન શિવને અર્પણ કરવી જોઇએ નહી. તેને ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયેલ માનવામાં આવે છે.હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્યથી છે, તેથી હળદળ ભગવાન શંકરને ચઢાવામાં આવતી નથી. જો એવું તમે કરો છો તો તેનાથી તમારો ચંદ્ર કમજોર થવા લાગે છે અને ચંદ્ર કમજોર હોવાથી તમારું મન ચંચળ થઇ જશે તમે કોઇ એક વસ્તુમાં મન લગાવીને કામ નહીં કરી શકો.ઉકાળેલા દૂધથી ભગવાન શિવનો અભિષેક ના કરો. શિવલિંગનો અભિષેક હંમેશાં ઠંડાં પાણીથી કરવો જોઇએ. નારિયળ ભગવાન શિવને ચઢાવવું જોઇએ પરંતુ નારિયળનું પાણી ક્યારેય પણ ભગવાનને ભૂલથી પણ ના જવું જોઇએ. તેનાથી ધનની હાનિ થાય છે. કેતકીનું ફૂલ પણ ભગવાન શિવને પણ ન ચઢાવવું જોઇએ.ભગવાન શિવને અક્ષત એટલે આખા ચોખા અર્પણ કરવા વિશે શાસ્ત્રોમાં લખ્યું છે.તૂટેલા ચોખા અશુદ્વ હોય છે, એટલા માટે આ શિવજીને ન ચઢાવવા જોઇએ.•


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.