હિંદુ ધર્મના લોકો પોતાના ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવે છે. તુલસી બુધનુ પ્રતિનિધિત્વ કરે છે. જે ભગવાન કૃષ્ણનુ એક રૂપ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણને તુલસી બહુ પ્રિય છે. ભગવાન કૃષ્ણને ભોગ તુલસી વગર નથી લગાવવામાં આવતો. જે પરિવાર કૃષ્ણને માને છે તેના ઘરમાં તુલસીનો ક્યારો જોવા મળે છે. ઘણા લોકો સાંજે તુલસીના ક્યારા આગળ દીવો લગાવે છે. પરંતુ તુલસીનો છોડ બધા માટે શુભ નથી હોતો. તુલસીનો ક્યારો લગાવવાની સાથે સાથે તેના અમુક નિયમોનુ પણ પાલન કરવુ પડે છે. જો એ પાલન કરવામાં ના આવ્યુ તો તમને નુકસાન પણ થઇ શકે છે.
– જે લોકો માસનુ સેવન કરતા હોય તેવા લોકોને તુલસીનો છોડ ના રાખવો જોઇએ.
– જે દારૂ પીતા હોય એ લોકોએ પણ તુલસીનો છોડ ઘરમાં ના રાખવો જોઇએ.
– જો આવા લોકો ઘરમા રાખશે અને નિયમોનુ પાલન નહી કરે તો તેમને નુકશાન પહોચી શકે છે.
– દક્ષિણ દિશામાં તુલસીનો છોડના રખાય.
– હંમેશા ઉત્તર દીશામાં જ રખાય.
– તુલસી ક્યારેય જમીનમાં ના લગાવાય.
– તે હંમેશા કુંડમાં જ રોપાય.
– તુલસીને ક્યારે અગાસી ઉપર ના રખાય.
– રવિવારના દિવસે તુલસીની પુજા ના કરાય આ દિવસે તેમના પાંદડા પણ ના તોડાય અને બાકીના દિવસે તુલસીના પાંદડા સંધ્યા બાદ જ તોડાય.
