EDએ દિલ્હીમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ઘણા મંત્રીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે.
કેજરીવાલના પ્રાઈવેટ સેક્રેટરી બિભવ કુમાર અને શલભ કુમાર સહિત અનેક નેતાઓના ઘર સહિત દિલ્હીમાં 12થી વધુ સ્થળો પર EDએ દરોડા પાડ્યા છે. પાણી બોર્ડના પૂર્વ સભ્યના ઘરે પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. મની લોન્ડરિંગના કેસમાં દરોડા પાડવામાં આવ્યા છે.