Delhi News:-
દિલ્હી NCRમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે હજુ સુધી ભૂકંપની તીવ્રતા અંગે માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆરમાં લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ડરના કારણે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હતું. અફઘાનિસ્તાનમાં આવેલા 6.1ની તીવ્રતાના ભૂકંપ બાદ દિલ્હીની ધરતી ધ્રૂજી ઉઠી.વિસ્તૃત માહિતીની રાહ જોવાઈ રહી છે.