Delhi New CM Oath: દિલ્હીના CMના શપથ ગ્રહણને લાગ્યું સમયનું ગ્રહણ
Delhi New CM Oath: દિલ્હીના નવા સીએમ આતિષીનો શપથ ગ્રહણ શનિવારે (21 સપ્ટેમ્બર) થવાનો છે. પરંતુ ફાઈલ એલજી ઓફિસ સુધી ન પહોંચતા મૂંઝવણ છે.
Delhi New CM Oath: દિલ્હીમાં નવા સીએમના શપથ ગ્રહણને લઈને અસમંજસ યથાવત છે. આતિશી અને મંત્રીઓને હજુ સુધી એલજી ઓફિસમાંથી શપથ લેવાનો સમય મળ્યો નથી.
કોઈપણ મુખ્યમંત્રીના રાજીનામાની મંજૂરી માટે ફાઈલ રાષ્ટ્રપતિ પાસે જાય છે.
રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ તે ફાઇલ એલજી ઓફિસમાં પહોંચે છે. અત્યાર સુધી અરવિંદ કેજરીવાલના રાજીનામાની ફાઈલ લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસ સુધી પહોંચી નથી. આતિશીના શપથ અંગેની ફાઈલ પણ પહોંચી નથી.
શપથ ગ્રહણ માટે 21મી સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. આતિશીની સાથે કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે. જેમાં ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈનના નામ સામેલ છે. નવા કેબિનેટમાં નવા ચહેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સુલતાનપુર મજરાથી AAP ધારાસભ્ય મુકેશ અહલાવત પણ તેમાં સામેલ થશે.