Congress: કોંગ્રેસનો મોટો દાવ, મુખ્યમંત્રી આતિશી સામે મહિલા પ્રમુખ અલકા લાંબાને ઉમેદવાર બનાવ્યા
Congress કોંગ્રેસે દિલ્હીની કાલકાજી વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી આતિષી સામે તેના ઉમેદવાર તરીકે મહિલા પાંખના પ્રમુખ અલકા લાંબાને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ કાલકાજીમાંથી અલકા લાંબાના નામને મંજૂરી આપી દીધી છે.
Congress ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રમુખ અલકા લાંબાએ 1990ના દાયકામાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) સાથે તેમના વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરી હતી. બાદમાં તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને 2015માં AAPની ટિકિટ પર ચાંદની ચોકથી ધારાસભ્ય બની. થોડા વર્ષો પહેલા તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા હતા.
મુખ્યમંત્રી આતિશી હાલમાં કાલકાજીથી ધારાસભ્ય છે અને ફરી એકવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી.કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 48 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેણે નવી દિલ્હી સીટ પરથી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતને ટિકિટ આપી છે.એ જ રીતે કોંગ્રેસે જંગપુરા સીટ પર પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર ફરહાદ સૂરીને મેદાનમાં ઉતાર્યા છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજાવાની શક્યતા છે.