Delhi Bomb Threat: દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પર અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘જો આવું જ ચાલતું રહેશે તો બાળકો પર તેની ગંભીર અસર પડશે
Delhi Bomb Threat: પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક સપ્તાહની અંદર બીજી વખત દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકી મળ્યા બાદ ગંભીર નિવેદન આપ્યું છે. ટ્વિટર પર પોસ્ટ કરતા તેમણે કહ્યું કે, “એક સપ્તાહમાં બીજી વખત દિલ્હીની શાળાઓને બોમ્બની ધમકી મળી છે, જે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે.” કેજરીવાલે વધુમાં કહ્યું કે, “જો આવું ચાલુ રહેશે તો બાળકો પર તેની કેટલી ખરાબ અસર પડશે? તેમના શિક્ષણનું શું થશે? આ અંગે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.”
શુક્રવારે જે સ્કૂલોને બોમ્બની ધમકી મળી હતી
Delhi Bomb Threat તેમાં દિલ્હીની મોર્ડન સ્કૂલ, સલવાન પબ્લિક સ્કૂલ અને કેમ્બ્રિજ સ્કૂલનો સમાવેશ થાય છે. ધમકી મળ્યા બાદ શાળા સંચાલકોએ તરત જ બાળકોને ઘરે મોકલી દીધા અને દિલ્હી પોલીસને જાણ કરી. ફાયર વિભાગ અને દિલ્હી પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
इसी हफ़्ते में दूसरी बार दिल्ली के स्कूलों को बम की धमकी मिली है, जो बेहद गंभीर और चिंताजनक है। अगर ऐसा ही चलता रहा तो बच्चों पर कितना बुरा असर पड़ेगा? उनकी पढ़ाई का क्या होगा? https://t.co/gKiCqdew5L
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 13, 2024
અગાઉ, 9 ડિસેમ્બર, 2024 ના રોજ, દિલ્હીની 40 શાળાઓને બોમ્બની આવી જ ધમકી મળી હતી. તે દિવસે સવારે 7 વાગ્યે આરકે પુરમની ડીપીએસ, પશ્ચિમ વિહારની જીડી ગોએન્કા સ્કૂલ, મધર મેરી સ્કૂલ સહિત 40 સ્કૂલોને ધમકીનો ઈમેલ મળ્યો હતો. ત્યાં સુધીમાં બાળકો શાળાએ પહોંચી ગયા હતા.
દિલ્હીમાં શાળાઓ, એરપોર્ટ, હોટલ અને અન્ય મોટી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ સતત ચાલુ છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ અને શાળા પ્રશાસન બંને એલર્ટ પર છે. તાજેતરમાં દિલ્હીના રોહિણીમાં એક ખાનગી શાળાને પણ બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો.