Arvind Kejriwal: ગુજરાતની જેલમાં લોરેન્સ બિશ્નોઈને ભાજપ તરફથી રક્ષણ મળી રહ્યું છે? અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર ઉઠાવ્યા સવાલો
Arvind Kejriwal: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારે વિધાનસભામાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું ગુજરાતની જેલમાં લોરેન્સ બિશ્નોઈને ભાજપ તરફથી રક્ષણ મળી રહ્યું છે? ગૃહમંત્રી પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યું, “લોરેન્સ બિશ્નોઈ જેવા ગુનેગારો ખુલ્લેઆમ તેમની પ્રવૃત્તિઓ કેમ ચાલુ રાખી શકે છે? શું શક્ય છે કે તેમને સરકાર તરફથી કોઈ સમર્થન ન મળી રહ્યું હોય?”
अमित शाह के घर के आसपास के Area में ना जनता सुरक्षित है और ना ही पुलिसवाले‼️
“आज दुनिया में दिल्ली को Gangster Capital के नाम से जाना जाता है।”@ArvindKejriwal #BJPMakesDelhiGangsterCapital pic.twitter.com/wzdzEPDXQa
— AAP (@AamAadmiParty) November 29, 2024
Arvind Kejriwal દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતા કેજરીવાલે કહ્યું કે આવા ગુનેગારોને કાબૂમાં ન લેવો એ દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે. તેમણે કેન્દ્ર સરકાર પર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો. તેમણે એમ પણ કહ્યું કે આ મામલે જનતાને જવાબ જોઈએ છે.
દિલ્હી ગેંગસ્ટર કેપિટલ,દિલ્હીની સડકો પર ખુલ્લેઆમ ફાયરીંગ: કેજરીવાલ
શુક્રવારે દિલ્હી વિધાનસભામાં બોલતા અરવિંદ કેજરીવાલે કહ્યું, “દિલ્હીની સડકો પર ખુલ્લેઆમ ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. ઉદ્યોગપતિઓ, મહિલાઓ, બાળકો, બધા ડરી ગયા છે. રાજધાનીમાં ગુંડાઓ આતંક ફેલાવી રહ્યા છે, અને ગૃહમંત્રી અમિત શાહ મૌન બેઠા છે.” કેજરીવાલે પૂછ્યું, “જેલમાં હોવા છતાં ગુનેગાર આટલો નિર્ભય કેમ છે? શું આની પાછળ રાજકીય સમર્થન છે?”
તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ જેલમાંથી જ તેની ગેંગ ચલાવે છે. બિશ્નોઈ પર જેલમાંથી જ ઘણા ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓને ધમકીઓ આપવાનો આરોપ છે.
દિલ્હી ગુંડાઓનો ગઢ?
કેજરીવાલે દિલ્હીની કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આજે દિલ્હીને ‘ગેંગસ્ટરની રાજધાની’ કહેવામાં આવી રહી છે. “NCRB ડેટા દર્શાવે છે કે છેલ્લા એક વર્ષમાં અપહરણ અને હિંસક ઘટનાઓમાં વધારો થયો છે. શું ગૃહમંત્રી આ પરિસ્થિતિથી વાકેફ નથી?” કેજરીવાલે આરોપ લગાવ્યો કે દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકાર ગુનાખોરી રોકવામાં નિષ્ફળ રહી છે.