Saputara:સાપુતારા વઘઈ રાજ્ય ધોરીમાર્ગ ઉપર આહેરડી આંબાપાડા વચ્ચે માર્ગ સાઇડે કોઈક અજાણ્યા ઇસ્મે આગ લગાડી દેતા વાહનો ને અકસ્માત અને ઊંડી ખીણમાં પડતા અટકાવવા રાજ્ય સરકારનો પાયલોટ પ્રોજેક્ટ રોલર ક્રશ બેરીયર આગની ચપેટમાં આવી જતા ભારે નુકસાન પહોંચ્યું છે .
મળતી માહિતી મુજબ હાલ રાજ્યમાં અગ્નિકાંડ નો માહોલ વચ્ચે સાપુતારા વઘઇ રાજ્ય ધોરીમાર્ગ ઉપર રાજ્ય સરકારે વાહનોને અકસ્માત રોકવા માર્ગ સાઇડે કરોડો રૂપિયાના ખર્ચે રોલર ક્રશ બેરીયર લગાડવામાં આવ્યા છે . બુધવારે આહેરડી આંબાપાડા વચ્ચે આવેલ માર્ગ સાઇડે જંગલ માં કોઈક ટીખળ ખોરે આગ લગાડી દેતા પવન સાથે માર્ગ સાઈડ ના સુખા ઘાસ પાંદડા સળગતા રોલર ક્રશ બેરીયર ના સંપર્કમાં આવતા રોલ્ફ ક્રશ ભડભડ સળગી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
સતત વાહન વ્યવહાર થી ધમધમતો સાપુતારા વઘઈ રાજ્યધોરી માર્ગ ઉપર રોલર ક્રશ બેરીયર ને લાગેલી આગ થી પ્રવાસીઓ સહીત વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા હતા . અકસ્માતે લાગેલી આગ થી માર્ગ અકસ્માત રોકવા બનાવેલ કરોડો ખર્ચે રોલર ક્રશ બેરીયર ને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું જોકે માર્ગ સાઇડે આગ ની ઘટના અંગે વાહન ચાલકોએ હાઇવે પોલીસ ને કરતા પોલીસ કોસ્ટેબલ બળદેવસિંહ અને રોહિતસિંહ ઘટના સ્થળે ધસી જઈ પાણી નો ટેન્કર થી આગ બુઝાવી હતી , આગ માં 30/40 રોલર બેરીયર બળીને ખાખ થઈ ગયા હતા . ટ્રાફિક શાખા ના કોસ્ટેબલે આગ લગાડનાર અજાણ્યા ઈસમ સામે જાણવા જોગ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે