ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજના ઉમેશપાલ હત્યાકાંડ પર કહ્યું હતું કે તેઓ માફિયાઓને માટીમાં ભેળવી દેશે. ત્યારે હવે યોગી સરકારની પોલીસ તેમના નિવેદન પર અમલ કરી રહી છે. આ ઘટનામાં સામેલ અતીક અહેમદનો પુત્ર અસદ અહેમદ યુપી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઢેર થઈ ગયો છે. પ્રયાગરાજમાં, જ્યા એક સમયે અતીક અહેમદનો સિક્કો ચાલતો હતી, જેની સામે હત્યા, ગેરકાયદે ખંડણી અને કબજાના ડઝનેક કેસ હતા, તેની હવા હવે નીકળી ગઈ છે.
UP STF એ ગુરુવારે ઝાંસીમાં એન્કાઉન્ટરમાં માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને તેના એક સાથી ગુલામને મારી નાખ્યા. ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઉમેશ પાલ હત્યા કેસમાં 5 લાખ રૂપિયાનો ઈનામી વોન્ટેડ અસદ અહેમદ ઢેર થઈ ગયો છે. યુપી એસટીએફે તેના સહયોગી ગુલામને પણ એન્કાઉન્ટરમાં મારી નાખ્યો છે. તેના પર પણ 5 લાખનું ઈનામ હતું. યુપી એસટીએફની ટીમમાં નાયબ પોલીસ અધિક્ષક નવેન્દુ અને વિમલનો સામેલ હતા.
એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીઓ પાસે હથિયારો મળી આવ્યા
એડીજી પ્રશાંત કુમારે કહ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીઓ પાસેથી અત્યાધુનિક વિદેશી હથિયારો મળી આવ્યા છે. બદમાશોએ પહેલા પોલીસ પર ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં પોલીસે તેમને ઠાર માર્યા હતા.
વર્ષ 2005માં, બહુજન સમાજ પાર્ટી (BSP)ના ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં મુખ્ય સાક્ષી રહેલા ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મીઓને આ બદમાશોએ ખૂબ જ ખરાબ રીતે માર્યા હતા.
અતીક અહેમદના કહેવા પર ઉમેશપાલની હત્યા 24 ફેબ્રુઆરીએ થઈ હતી. પ્રયાગરાજના ધુમાનગંજ વિસ્તારમાં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલના પત્ની જયા પાલે ફરિયાદ નોંધાવી હતી.
25 ફેબ્રુઆરીએ પોલીસે અતીક અહેમદ, તેના ભાઈ અશરફ, પત્ની શાઈસ્તા પરવીન, અસદ સહિત બે પુત્રો, શૂટર્સ ગુડ્ડુ મુસ્લિમ અને ગુલામ અને અન્ય 9 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો.
મિટ્ટી મેં મિલા દૂંગા, નિવેદન પર અમલ કરી રહી છે પોલીસ
યોગી આદિત્યનાથે ઉમેશપાલ હત્યા કેસ બાદ વિધાનસભામાં કહ્યું હતું કે, ‘સમાજવાદી પાર્ટીએ અતીક અહેમદને ઉછેર્યો. અતીક અહેમદ સમાજવાદી પાર્ટીની મદદથી સાંસદ બન્યો. તેને સુરક્ષા મળી અને આ અમારી પર સવાલ ઉઠાવી રહ્યા છે. હું માફિયાઓને માટીમાં ભેળવી નાખીશ. પ્રયાગરાજની ઘટના ખૂબ જ દુઃખદ છે. ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.’
યોગીના આ નિવેદન બાદ યુપી પોલીસ એક્શન મોડમાં છે. અતીક અહેમદની મિલકતો પર ઘણી જગ્યાએ બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. અનેક મકાનો તોડી પાડવામાં આવ્યા છે. પ્રશાસને અતીકના નજીકના મિત્રોના ઘરો પણ તોડી નાખ્યા છે. યુપી સરકાર માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહી છે.
અત્યાર સુધીમાં 4 બદમાશો ઠાર
ઉમેશપાલ હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધી અતીક અહેમદના પુત્ર અસદ, ગુલામ, અરબાઝ અને વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માનનું એન્કાઉન્ટર કર્યું છે. પોલીસ અરમાન, ગુડ્ડુ મુસ્લિમ અને સાબીર જેવા શૂટરોને શોધી રહી છે.