દમણ પોલીસને પોતાના સૂત્રોથી danangames.in ના નામથી ચાલી રહેલ એક ઓનલાઈન વેબસાઈટ ઉપર ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મથી લોકોનો વિશ્વાસ જીતી વ્યક્તિગત અને આર્થિક જાણકારી ચોરવાની સાથે જુગાર રમવાની ગેરકાનૂની ગતિવિધિ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. પોલીસે પ્રારંભિક તપાસમાં અનેક બેંક ખાતાઓની માહિતી મેળવી હતી. ખાતાઓની ઊંડાણથી કરેલી તપાસ દરમિયાન વિવિધ બેંક ખાતાઓમાં આ ઓનલાઈન ગેમ્સ દ્વારા ગેમ્બલિંગ (જુગાર) માધ્યમથી દરરોજ કરોડો રૂપિયાની લેણદેણ થઈ રહી હતી. બેંક ખાતા દ્વારા પોલીસને જાણકારી મળી કે મોટાભાગના વ્યક્તિઓ દેશના અલગ અલગ વિસ્તારમાં સક્રિય હતા. કેટલાક વ્યક્તિઓ દેશના બહારથી સંચાલન કરી રહ્યા હતા. કેસની ગંભીરતાને જોતાં પોલીસની ટીમને તપાસ માટે દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી હતી. જેમાં 15 દિવસો સુધી લગાતાર એક કડીથી બીજી કડીને જોડી પોલીસની ટીમેં આંધ્રપ્રદેશમાંથી આ ગેંગના એક મુખ્ય આરોપી કન્નુરી દુર્ગા પ્રસાદને ઝડપી પાડ્યો હતો. જેની પુછપરછ બાદ બીજો મુખ્ય આરોપી સ્વર્ણસિંહને પંજાબથી લાવવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી 60 બેંક ખાતા ચેકબુક-પાસબુક, 46 ડેબિટ કાર્ડ અને 7 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે. તપાસ દરમિયાન સામે આવેલી વિગતોમાં damangames.in ના નામથી એક ગેંગ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા જુગારનું રેકેટ ચલાવી રહી હતી. અને મની લોન્ડરિંગની ગતિવિધિઓમાં સામેલ હતી. દમણ પોલીસ ગેંગના મુખ્ય સભ્યની શોધ કરી રહી હતી ધરપકડ કરાયેલ આરોપી ઓનલાઈન જુગાર રેકેટમાં મુખ્ય સભ્ય છે અને અનેક અવૈધ ગતિવિધિઓમાં સામેલ હતા ધરપકડ કરાયેલા આરોપીઓ દ્વારા ગેંગના પુરા નેટવર્કને ઉજાગર કરવા અને અન્ય દરેક દોષિઓને ન્યાયની અદાલતમાં લાવવા માટે આગળની તપાસ જારી છે. અત્રે નોંધનીય છે કે, આરોપીઓની ધરપકડ અને ખાતા ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન બરામદ કરી દમણ પોલીસે મોટી સફળતા મેળવી છે. સમગ્ર તપાસ દરમિયાન પોલીસને 78 થી વધુ બેંક ખાતાઓમાં રહેલા 1.30 કરોડથી વધુની રકમ હોવાનું જણાતા તેને ફ્રીઝ કરાયા છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓની કરાયેલી કડક પુછપરછ બાદ સમગ્ર ઘટનાનો મુખ્ય આરોપી ફિલીપાઈન્સમાં રહી નેટવર્ક ચલાવી રહ્યો છે. જે આરોપી સ્વર્ણ સિંહનો સગો છે.
