મુંબઇ : આજે ભારતના તમામ ક્રિકેટરોની નજર ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારના લગ્ન પર ટકેલી છે. ત્યારે ભારતના પુર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને અભિનેત્રી સાગરીકા ઘાટકે સાથે રજીસ્ટ્રી મેરેજ કરી લીધી છે. જેની ફોટો સોશીયલ મીડિયા પર વાયરલ થઇ હતી.
મળતા સમાચાર પ્રમાણે ઝહીર ખાન અને સાગરીકા ઘાટકેએ રજીસ્ટ્રી મેરેજ દરમ્યાન તેના મિત્ર યુવરાજસિંહ અને આશીષ નહેરા તથા અજીત અગારકર સાથે રહ્યા હતા. ઝહીર ખાન અને સાગરીકાના લગ્નની ઇન્વિટેશન કાર્ડ પણ મહેમાનોને પહોચાડી દેવામાં આવ્યા છે. લગ્ન બાદ સાંજે એક ફાઇવ સ્ટાર હોટલમાં કોકટેલ પાર્ટી રાખવામાં આવી છે. તો રવિવારે મહેંદીનો કાર્યક્રમ અને ત્યાર બાદ સોમવારે એક ગ્રાંડ રીશેપ્શન રાખવામાં આવ્યું છે.