શ્રીલંકા સામે આગામી ત્રણ મેચની ટી-20 સિરીઝમાં ન્યુઝીલેન્ડની ટીમનું સુકાન ઝડપી બોલર ટિમ સાઉધીને સોંપાયું છે, જ્યારે ટીમના નિયમિત કેપ્ટન કેન વિલિયમ્સન અને ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટને આરામ આપવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં બંને ટીમો વચ્ચે બે ટેસ્ટની સિરીઝ ચાલે છે. જેમાં બીજી ટેસ્ટ 22 ઓગસ્ટથી શરૂ થશે.
ટી-20 સિરીઝ માટેની ન્યુઝીલેન્ડની ટીમ : ટિમ સાઉધી (કેપ્ટન), ટોડ એસ્ટલ, ટોમ બ્રુસ, કોલિન ડી ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગપ્તિલ, સ્કોટ કુગલેઇઝન, ડેરિલ મિશેલ, કોલિન મુનરો, સેથ રેન્સ, મિચેલ સેન્ટનર, ટિમ સેફર્ટ (વિકેટકીપર), ઇશ સોઢી અને રોસ ટેલર.