ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરોટ કોહલીએ પોતાના સોશ્યલ મીડિયા પર એક વીડિયો શૅર કરીને ફેન્સને જણાવ્યુ કે, આ રીતે દિવાળી સેલિબ્રેટ કરો. વિરાટે 13 સેકન્ડનો આ વીડિયો પોતાની સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શૅર કર્યો છે. વીડિયોમાં ફટાકડાના અવાજથી વિરાટ પોતાના કાન પર હાથ મૂકી દે છે, અને આ માધ્યમથી મેસેજ આપી રહ્યો છે કે આ વર્ષે ફટાકડા ફોડ્યા વગર દિવાળી સેલિબ્રેટ કરો. આ વીડિયો સાથે જ તેણે કેપ્શન લખ્યુ કે, ”આ દિવાળી કંઇક બદલીએ, દિવાળીની શુભકામનાઓ.” તમને જણાવી દઇએ કે, ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડની સામે રવિવારથી વન ડે સીરિઝ રમશે. આ પહેલા પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડને હાર મળી હતી.
https://twitter.com/imVkohli/status/920688168705421312
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર્સ જેવા કે વિરેન્દ્ર સેહવાગ, વી.વી.એસ. લક્ષ્મણે, મોહમ્મદ કૈફ, યૂસુફ પઠાણે પોતાના સોશ્યલ મીડિયા પર દિવાળીની શુભકામનાઓ આપી છે. સેહવાગે જ્યાં ‘જય શ્રી રામ’ લખ્યુ ત્યારે પઠાણે બરોડાના એરપોર્ટ પર જવાનોને મિઠાઇ આપીને દિવાળીની ઉજવણી રરી. કૈફે આ પ્રસંગે માટીના કોડીયા ખરીદવાની સલાહ આપી છે
https://twitter.com/virendersehwag/status/920542181747720192
ઓલરાઉન્ડર યૂસુફ પઠાણે બરોડના એરપોર્ટ પર જવાનોને મિઠાઇ આપતો ફોટો શૅર કરતા લખ્યુ કે, ”આ જવાનોને સલામ જેઓ તહેવારના દિવસે પણ કામ કરે છે.” જ્યારે લક્ષ્મણે પણ ટ્વીટર પણ દિવાળીની શુભકામના આપતા લખ્યુ કે, ”હેપ્પી દિવાળી, તમારું જીવન પણ પ્રકાશિત રહે.” વિરેન્દ્ર સેહવાગે દિવાળીની શુભકામના આપતા ટ્વીટર પર લખ્યુ કે, ”આ દિવાળીએ તમારા જીવનમાંથી અંધારું દૂર થાય અને તમને ખૂબ પ્રેમ અને ખુશી મળે. જય શ્રી રામ.”