Watch: T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતીય ટીમ હરિકેન બેરીલના કારણે બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનની એક હોટલમાં ફસાઈ ગઈ હતી. હવે ટૂંક સમયમાં T20 વર્લ્ડ કપની ટ્રોફી અને ભારતીય ટીમ ભારત પરત આવવા જઈ રહી છે.
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. જે બાદ ભારત બે વખત T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું હતું. આ સિઝનની ટૂર્નામેન્ટની અંતિમ મેચ 29 જૂને બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાઈ હતી. જે બાદ ભારતીય ટીમે ટ્રોફી સાથે ભારત પરત ફરવું પડ્યું હતું. પરંતુ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનમાં ત્રાટકેલા હરિકેન બેરીલે ટીમ ઈન્ડિયાને હોટલ સુધી જ સીમિત કરી દીધી છે. જેના કારણે ટીમ ઈન્ડિયા હજુ સુધી ભારત આવી શકી નથી. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક વીડિયો જાહેર કરીને ભારતીયોને એક સારા સમાચાર આપ્યા છે.
https://twitter.com/BCCI/status/1808333976521855196
BCCIએ ભારતીયોને આપ્યો સંકેત
ટી20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ રાષ્ટ્રીય ટીમ ટીમ ઈન્ડિયા અને ટી20 વર્લ્ડ કપની ટ્રોફીની આતુરતાથી રાહ જોઈ રહી છે. પરંતુ હવે તે ટૂંક સમયમાં ભારતની ધરતી પર આવવાનું છે. બીસીઆઈના એક વીડિયો દ્વારા આનો સંકેત મળી રહ્યો છે. બીસીસીઆઈએ તેના સોલ્શ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં T20 વર્લ્ડ ટ્રોફીનો વીડિયો છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે- “તે ઘરે આવી રહ્યો છે.”
ભારતીય ટીમ ક્યારે સ્વદેશ પરત ફરશે?
ટીમ નવી દિલ્હી પહોંચીને વડાપ્રધાનને મળવાની હતી, પરંતુ તોફાનના કારણે ખેલાડીઓ છેલ્લા બે દિવસથી બાર્બાડોસમાં ફસાયેલા હતા. એરપોર્ટ બંધ હોવાને કારણે તેમના પરત આવવામાં વિલંબ થયો હતો. BCCIના સંચાલકો ભારતીય ટીમને સ્વદેશ લાવવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરી રહ્યા છે.
ભારતીય ટીમ મંગળવારે બાર્બાડોસથી સાંજે 6 વાગ્યે
(સ્થાનિક સમય) એટલે કે બુધવારે સવારે 3.30 વાગ્યે ભારતમાં રવાના થશે. એવી અપેક્ષા છે કે ટીમ બુધવાર 3 જુલાઈના રોજ સાંજે 7:45 વાગ્યે નવી દિલ્હી પહોંચી જશે.