Watch: હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ઘણો ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિક પંડ્યા હંમેશા હેડલાઈન્સમાં રહે છે. તે IPL 2024માં તેની કેપ્ટનશીપ, T20 વર્લ્ડ કપ 2024 પહેલા તેની પત્ની નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા, T20 વર્લ્ડ કપ 2024 પછી ICC રેન્કિંગમાં નંબર વન ઓલરાઉન્ડર બનવા અને હવે તેનો વાયરલ વીડિયો માટે હેડલાઇન્સ બનાવી રહ્યો છે. વાસ્તવમાં, અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડેએ ઘણો ડાન્સ કર્યો હતો. જે બાદ તેના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાર્દિક -અનન્યાએ શાનદાર ડાન્સ કર્યો હતો. અનન્યા પાંડે લગ્નમાં એકલી હાજરી આપી હતી. આ બંને શાહરૂખ ખાનના ગીત ‘ગોરી ગોરી’ પર જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા .
VIDEO | Cricketer Hardik Pandya (@hardikpandya7) and actress Ananya Panday (@ananyapandayy) groove to music at the wedding of Anant Ambani and Radhika Merchant in Mumbai. #AnantRadhikaWedding pic.twitter.com/zxYWuQcjxm
— Press Trust of India (@PTI_News) July 12, 2024
તમને જણાવી દઈએ કે આ લગ્નમાં અન્ય ઘણા ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા. જેમાં સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, કેએલ રાહુલ, અજિંક્ય રહાણે, યુઝવેન્દ્ર ચહલ અને શ્રેયસ અય્યર જેવા મોટા નામ સામેલ છે. આ સિવાય સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીર પણ આ લગ્નમાં સામેલ થયા હતા.
હાર્દિક પંડ્યા અને અંબાણી પરિવાર વચ્ચે જૂનો સંબંધ
હાર્દિક પંડ્યાનો અંબાણી પરિવાર સાથે ઘણો જૂનો સંબંધ છે. તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન છે અને આ ટીમની માલિકી અંબાણી પરિવારની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે છે. અંબાણી પરિવાર વતી નીતા અંબાણી અને આકાશ અંબાણી આ ટીમનું સંચાલન કરે છે.
IPL 2015ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને માત્ર 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. એક વર્ષ પછી, હાર્દિકે ભારતીય ટીમ માટે રમવાનું શરૂ કર્યું. તે સાત વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો અને ટીમને ચાર આઈપીએલ ટાઈટલ અપાવ્યું.
આ પછી હાર્દિક બે વર્ષ સુધી ગુજરાત ટાઇટન્સ માટે રમ્યો અને પછી 2024માં મોટી ડીલ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો ફર્યો. અહીં તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો અને તેના સ્થાને રોહિત શર્માને લેવામાં આવ્યો. રોહિતે દસ વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરી અને ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું.