અમદાવાદ : ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે હાલમાં જ ટી-20 સીરીઝ જીતીને પોતાના વિજય અભિયાનને ચાલું રાખ્યું છે. વિરાટે કોહલી હવે દરેક મેચમાં કોઇને કોઇક રેકોર્ડ તોડીને પોતાના નામે કરતો રહ્યો છે. વિરાટે સૌથી ઝડપી 9000 રન બનાવવાની સાથે સાથે વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે સદી ફડકારનાર ખેલાડીઓમાં પણ બીજા સ્થાને છે. આમ, વિરાટનું ફેન ફોલોઈંગ ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ ખૂબ જ છે.
સૌથી વધુ કમાણી કરનારો ક્રિકેટર
દરેક લોકો કોહલને રન બનાવતો જોવા માટે ઉત્સુક રહે છે. ક્રિકેટના મેદાનની બહાર પણ વિરાટ પોતાની સ્ટાઈલ અને ફેશનના કારણે ચર્ચામાં રહે છે. ભારતના અન્ય ખેલાડીઓના મુકાબલે તે આ રેસમાં ઘણો આગળ નીકળી ગયો છે. આ જ કારણે મોટાભાગની કંપનીઓ તેને પોતાની બ્રાન્ડ સાથે જોડવા માંગે છે. ફોર્બ્સ મેગેઝીનની રિપોર્ટ અનુસાર વિરાટ ભારતનો સૌથી વધુ કમાણી કરતો ક્રિકેટર છે.
ઈન્સ્ટાગ્રામ પર ઘણો એક્ટિવ છે કોહલી
આટલું જ નહીં ક્રિકેટ અને એડવર્ટાઈઝમેન્ટ ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા પણ કમાણી કરે છે. વિરાટની લોકપ્રિયતા જોતા કંપનીઓ તેને સોશિયલ મીડિયા પર પ્રોડક્ટ પોસ્ટ કરવા માટે પૈસા આપે છે. વિરાટ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ સાથે મોટાભાગની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર જ શેર કરે છે. હાલમાં જ ક ત્રીજી ટી-20 મેચ પહેલા વિરાટે હાર્દિક અને ધવન સાથે એક ડાંન્સિંગ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
એક પોસ્ટના મળે છે આટલા કરોડ
ઈન્સ્ટાગ્રામ પર વિરાટના 1.65 કરોડથી વધારે ફોલોઅર્સ છે. ફોર્બ્સ મેગેઝીન મુજબ વિરાટ જો જોઈ કોઈ પ્રોડક્ટને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે તો તેના માટે તેને 3.20 કરોડ રૂપિયા આપવામાં આવે છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ બાદ વિરાટનું ધ્યાન હવે શ્રીલંકા સામે થનારી ટેસ્ટ સીરીઝ પર છે.