વેસ્ટઇન્ડિઝ સામે 22 ઓગસ્ટથી શરૂ થઇ રહેલી પહેલી ટેસ્ટ જો વિરાટ કોહલી જીતી લેશે તો તે રમતના આ સૌથી લાંબા ફોર્મેટમાં ભારત વતી સર્વાધિક મેચ જીતવાના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરોબરી કરી લેશે. 46 મેચમાં ભારતીય ટીમનું સુકાન સંભાળનારા કોહલીએ અત્યાર સુધી 26 ટેસ્ટ જીતી છે. જ્યારે ધોનીના નામે 60 મેચમાંથી 27માં જીત મેળવવાનો રેકોર્ડ છે. પોતાના સુકાન હેઠળ કોહલીએ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડમાં જીતાડ્યું છે.
સર્વાધિક ટેસ્ટ વિજય મેળવનારા ભારતીય કેપ્ટન
કેપ્ટન મેચ જીત
એમએસ ધોની 60 27
વિરાટ કોહલી 46 26
સૌરવ ગાંગુલી 49 21
મહંમદ અઝહરુદ્દિન 47 14