રાજકોટ : ન્યૂઝિલેન્ડ સામેથી હારનો સ્વાદ ચાખ્યા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ રાજકોટની હોટલ ફોર્ચ્યુનમાં જન્મદિવસની કેકનો સ્વાદ ચાખ્યો હતો. ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેની મેચ પુરી થયા બાદ વિરાટ કોહલીએ કેક કાપી પોતાનો 29મો જન્મદિવસની ઉજવણી કરી હતી. હોટલમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓમાં વચ્ચે મસ્તીભર્યો માહોલ જોવા મળ્યો હતો. ખેલાડીઓએ વિરાટ કોહલીના મોઢા પર કેક ચોપડીને મસ્તી કરી હતી.
કોહલીના બર્થ ડે સેલિબ્રેશનમાં ધવન, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, રવિ શાસ્ત્રી, રોહીત શર્મા સહિતના ખેલાડીઓ હાજર રહ્યા હતા. વિરાટ કોહલીએ જેવી કેક કાપી કે ખેલાડીઓએ તેના મોઢા પર કેક ચોપડી દીધી હતી. આ પ્રસંગે થોડીવાર ખેલાડીઓ હારને ભૂલી ગયા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. ટીમ ઇન્ડિયાના સફળ સૂકાની ગણાતા વિરાટ કોહલીનો આજે 29મો જન્મદિવસ છે અને આ જન્મ દિવનસી ઉજવણી ટીમે સરસ રીતે કરી હતી. જોકે ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાએ આજના દિવસે વિરાટ કહોલી પાસેથી એક ખાસ બાબતનો બદલો લીધો હતો.
વિરાટ કોહલીન જન્મદિવસે કેક કટ કરવામાં આવી હતી ત્યારે હાર્દીક પંડ્યાએ વિરાટના ચહેરા પર કેક લગાવી દીધી હતી અને તે ફોટો ઇનસ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું હતું કે આ પ્રથમ બદલો છે. હવે હાર્દિકે વિરાટ સાથે શેનો બદલો લીધો તે તો હાર્દિક જ જાણે, પરંતુ વિરાટનો જન્મદિવસ ટીમ માટે યાદગાર રહ્યો હતો.