કાનપુર : રવીવારે કાનપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની અંતિમ અને ત્રીજી વન-ડે મેચ રમાશે. શ્રેણીમાં હાલ બન્ને ટીમોએ એક-એક મેચ જીતીને 1-1 થી શ્રેણી સરભર કરી છે. ત્યારે અંતિમ મેચ જીતીવાના ઇરાદા સાથે બન્ને ટીમો કાનપુર ખાતે આવી પહોચી છે.
ત્યારે બન્ને ટીમો પુરજોશથી તૈયારી કરી રહી છે. પરંતુ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ થોડા હળવા મુળ માટે અન્ય રમત પર પોતાનો હાથ અજમાવ્યો હતો. ટીમ ઇન્ડિયા ગઇ કાલે કાનપુરમાં અલગ અલગ રમતો રમી હતી. જેવી કે બિલીયર્ડસ, સ્નુકર, એર હોકી સહીની રમતો રમી હતી અને રીલેક્સ થયા હતા. ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી, પુર્વ સુકાની ધોનીએ બિલીયર્ડસ પર પોતાનો હાથ અજમાવ્યો હતો. તો કેદાર જાધવે એર હોકી રમીને રીલેક્સ થયો હતો.