હેકર્સ છાસવારે મોટી હસ્તીઓના ટ્વીટર એકાઉન્ટને પોતાનો નિશાન બનાવતા રહે છે ત્યારે હેકરોએ સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર હર્શલ ગિબ્સના ટ્વીટર એકાઉન્ટને પણ ન છોડ્યું. શુક્રવારે હર્શલ ગિબ્સનું એકાઉન્ટ હેક કર્યું હતું. ત્યારબાદ સોફ્ટવેર નિષ્ણાંત રિચર્ડ વ્હિટફીલ્ડની મદદથી ગિબ્સનું એકાઉન્ટને ફરીથી શરુ કરાયું હતું. બેકઅપ બાદ ગિબ્સના એકાઉન્ટથી બ્લૂ ટીક અને બધા ટ્વીટ્સ પણ ગાયબ હતા.
ગિબ્સે ટ્વીટ કર્યું કે મારું એકાઉન્ટ હેક થયા બાદ બેકઅપ થયું છે. હવે ફરીથી ચાલું થયું છે. પરંતુ બધા ટ્વીટ્સ ગાયબ થયા છે. વેરિફાઈડ ટીક પણ ગાયબ થયું છે. પરંતુ આશા છે કે તે ઝડપથી પાછું આવશે. આ મદદથી રિચર્ડ વ્હિટફીલ્ડનો ખુબ જ આભાર.
2006માં જોહાનિસબર્ગમાં ઓસ્ટ્રેલિયા સામે હર્શ ગિબ્સની રમાયેલી ઇનિંગ આજે પણ લોકોને યાદ છે. ગિબ્સે એ મેચમાં 111 બોલ ઉપર 175 રનોની અવિશ્વનિય પારી રમી હતી. ત્યારબાદ આફ્રીકી ટીમે વન-ડેના ઇતિહાસના સૌથી મોટા લક્ષ્યને સફળતાપૂર્વક પીછો કરવાનો રિકોર્ડ પોતાના નામે કર્યો હતો.
આ સાથે હર્શલ ગિલ્સ વન ડે ઇન્ટરનેશનમાં એક ઓવરમાં સતત છ છક્કા લગાવનાર એકમાત્ર બેટ્સમેન છે. ગિબ્સે 2007 વર્લ્ડકપમાં નેધરલેન્ડ સામે આ કારનામું કરી દેખાડ્યું હતું.