ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ બોલ ટેમ્પરિંગ પ્રકરણ પછી હવે વધુ જોરદાર પ્રદર્શન વડે ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાન તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની બીજી એશિઝ ટેસ્ટમાં 92 રનની ઇનિંગ રમવાને કારણે સ્મિથ સોમવારે જાહેર થયેલા આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સનને ઓવરટેક કરીને બીજા સ્થાને પહોંચી ગયો છે અને ટોચના સ્થાને બેઠેલા વિરાટ કોહલીથી હવે તે માત્ર 9 પોઇન્ટ જ દૂર રહ્યો છે.
ટેસ્ટ રેન્કિંગ ટોપ ટેન બેટ્સમેન
[table id=14 /]
ટેસ્ટ રેન્કિંગમાં કોહલીના 922 પોઇન્ટ છે, જ્યારે બર્મિંઘમ ટેસ્ટની બંને ઇનિંગમાં સદી ફટકારનાર સ્મિથે લોર્ડસ ટેસ્ટમાં 92 રનની ઇનિંગ રમી તેની સાથે જે 913 પોઇન્ટ સાથે બીજા ક્રમે બેઠો છે. ટોપ ટેનમાં અન્ય એક ભારતીય તરીકે ચેતેશ્વર પુજારાએ પોતાનું ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. શ્રીલંકન કેપ્ટન દિમૂથ કરુણારત્ને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં સદી ફટકારીને 4 ક્રમની છલાંગ લગાવીને ટોપ ટેનમાં 8માં ક્રમે દાખલ થયો છે.
ટેસ્ટ રેન્કિંગ ટોપ ટેન બોલર્સ
[table id=18 /]
આ સિવાય દક્ષિણ આફ્રિકાના એડન માર્કરમે પોતાની પોઝિશન સુધારીને છઠ્ઠા સ્થાને પહોંચ્યો છે. તો ઇંગ્લીશ કેપ્ટન જો રૂટ તેમજ ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરને ખરાબ પ્રદર્શનને કારણે નુકસાન થયું છે. રૂટ 9માં ક્રમે સરકી ગયો છે તો વોર્નર ટોપ ટેનમાંથી આઉટ થયો છે. બોલર્સ રેન્કિંગમાં પેટ કમિન્સે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે તો રવિન્દ્ર જાડેજા પાંચમા ક્રમે યથાવત છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન પણ 10મા ક્રમે યથાવત છે.
ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ સામેની સિરીઝ 0-1થી હારશે તો ટોચનું સ્થાન ગુમાવશે
ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ભારતીય ટીમ ટોચના સ્થાને યથાવત છે. જો કે તેના ટોચના સ્થાન સામે જોખમ ઊભું થયું છે. જો ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ સામેની આગામી બે ટેસ્ટની સિરીઝ 0-1થી ગુમાવશે તો તેણે ટોચની રેન્કિંગ ગુમાવવી પડી શકે છે. જો સિરીઝનું આ પરિણામ આવશે તો ભારતીય ટીમના પોઇન્ટ 113 પરથી ઘટીને 108 થશે અને ન્યુઝીલેન્ડ મોખરાના સ્થાને આવી જશે. ન્યુઝીલેન્ડ હાલ 111 પોઇન્ટ ધરાવે છે. જો વેસ્ટઇન્ડિઝ સિરીઝ 1-0થી જીતશે તો તે રેન્કિંગમાં 88 પોઇન્ટ સાથે પાકિસ્તાનને ઓવરટેક કરીને 7મા ક્રમે પહોંચી જશે.
ટેસ્ટ રેન્કિંગ ટોપ ટેન ટીમ
[table id=9 /]